રાજકોટ મહાનગરપાલિકાના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સફેદ વાઘણ કાવેરીએ વાઘ દિવાકર સાથેના સંવનનથી બે બચ્ચાને જન્મ આપ્યો છે, હાલ વાઘણ કોઇને બચ્ચા પાસે ફરકવા પણ દેતી ન હોય બચ્ચા નર છે કે માદા તે જાણી શકાયું નથી તેમ ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટએ જણાવ્યું હતું.
વિશેષમાં ઝુ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.આર.કે.હિરપરાએ જણાવ્યું હતું કે સફેદ વાઘ દિવાકર તથા વાઘણ કાવેરીના સંવનનથી ૧૦૫ દિવસના ગર્ભાવસ્થાને અંતે તા.૩૦ માર્ચના રોજ સાંજના સમયે બે બચ્ચાનો જન્મ થયો હતો. માતા કાવેરી દ્વારા બચ્ચાંઓની પૂરતી કાળજી રાખવામાં આવી રહી છે અને હાલ માતા તથા બચ્ચા બન્ને તંદુરસ્ત છે. ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા તથા બચ્ચાંઓનું સીસીટીવી દ્વારા રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. સફેદ વાઘણ કાવેરી દ્વારા ઉપરોક્ત બે બચ્ચા સહિત અત્યાર સુધીમાં કુલ ચાર બચ્ચાને જન્મ આપી કાળજીપુર્વક ઉછેર કરવામાં આવ્યો છે. પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે ૨૦૧૫થી ૨૦૨૫ સુધીમાં કુલ ૧૭ સફેદ બાળ વાઘનો જન્મ થયો છે.
રાજકોટ ઝૂમાં સફેદ વાઘનું આગમન વર્ષ ૨૦૧૪-૧૫ દરમિયાન વન્ય પ્રાણી વિનિમય યોજના હેઠળ થયું હતું જેમાં રાજકોટ ઝૂ દ્વારા મૈત્રી બાગ ઝૂ, ભિલાઇ (છતીસગઢ)ને એક સિંહ યુગલ આપવામાં આવ્યુ હતું જેનાં બદલામાં મૈત્રી બાગ ઝૂ, ભિલાઇ દ્વારા રાજકોટ ઝૂને સફેદ વાધ નર દિવાકર અને સફેદ વાધણ યશોધરા તથા સફેદ વાધણ ગાયત્રી આ૫વામાં આવેલ. હાલ ઝૂ ખાતે બે સફેદ વાઘબાળનો જન્મ થતા સફેદ વાઘની સંખ્યા ૧૦ થઇ છે. જેમાં ત્રણ નર, પાંચ માદા તથા બે બચ્ચાનો સમાવેશ થાય છે.
રાજકોટ ઝૂમાં સફેદ વાઘ યુગલનું સાત સફળ બ્રિડિંગ
(૧) નર વાઘ દિવાકર તથા માદા વાઘણ યશોધરાના સંવનનથી તા.૬-૫-૨૦૧૫ના રોજ એક માદાનો જન્મ
(૨) નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.૧૬-૫-૨૦૧૫ના ચાર માદાનો જન્મ
(૩) નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.૨-૪-૨૦૧૯ના બે નર, બે માદાનો જન્મ
(૪) નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.૧૮-૫-૨૦૨૨ના બે નરનો જન્મ
(૫) નર વાઘ દિવાકર તથા માદા વાઘણ કાવેરીના સંવનનથી તા.૫-૧૨-૨૦૨૨ના બે નરનો જન્મ
(૬) નર વાઘ દિવાકર તથા માદા ગાયત્રીના સંવનનથી તા.૨૫-૩-૨૦૨૪ના બે નરનો જન્મ
(૭) નર વાઘ દિવાકર તથા માદા કાવેરીના સંવનનથી તા.૩૦-૩-૨૦૨૫ના બે બચ્ચાનો જન્મ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદુષિત પાણીના વિતરણથી દેકારો; કાલે મ્યુનિ. કમિશનરની ચેમ્બરમાં પાણી ઢોળવાનું એલાન
April 28, 2025 03:29 PMવર્ધમાનનગરમાં રહેતા પ્રૌઢાએ પુત્રની ધમકીથી ડરી જઇ ફીનાઇલ પી લીધું
April 28, 2025 03:24 PMરસોઈ પ્રશ્ને પતિ સાથે ચડભડ થયા બાદ વૈશાલીનગરમાં પરિણીતાએ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
April 28, 2025 03:19 PMઅગ્નિકાંડના પાંચ આરોપીની ડિસ્ચાર્જ અરજી પર 23મી મેના વધુ સુનાવણી
April 28, 2025 03:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech