કેશોદમાં ડાયવર્ઝનના બહાને એસટી તંત્ર દ્વારા ચલાવાતી સફેદ લૂંટ

  • December 19, 2023 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેશોદના ચારચોક વિસ્તારમાં ચાલતાં અંડરબ્રીજનાં કામને કારણે જિલ્લ ા કલેકટર કચેરીએ પ્રસિદ્ધ કરેલાં જાહેરનામાં મુજબ ભારે વાહનો શહેરમાં પ્રવેશવા માટે ચાંદીગઢ પાટીએથી શરદચોક અને સોંદરડા બાયપાસથી બસ સ્ટેન્ડ સુધી છુટછાટ આપવામાં આવી છે જેથી કેશોદ એસટી બસમાં મુસાફરી મોંધી બની છે. કેશોદ એસટી ડેપોથી ઉપડતી બસમાં અગતરાય ગામ સુધીનાં મુસાફરો પાસેથી ડાયવર્ઝનનાં કારણે ૨૪/- રૂપિયા વસુલવામાં આવે છે ત્યારે અમુક બસમાં ૧૬/- ‚પિયા વસુલવામાં આવે છે મુસાફરો પાસેથી ડાયવર્ઝનનાં કારણે વધુ રકમ વસુલવામાં આવ્યાં બાદ પણ બસ સોદરડા બાયપાસ રોડ પર જવાને બદલે જુનાગઢ જિલ્લ ા કલેકટરનાં જાહેરનામાંનો ઉલાળીયો કરી શહેરનાં પેટા માર્ગો પરથી પસાર થાય છે અને મુસાફરો ઉઘાડી લુંટનો ભોગ બની રહ્યાં છે.  એસટી ડેપોથી પાંચસોથી વધારે એસટી બસો પસાર થાય છે જેમાં લાંબા અંતરની બસો ઉપરાંત લોકલ બસોમાં મુસાફરો પાસેથી ડાયવર્ઝનનાં નામે વધારે રકમ વસુલવામાં આવતાં હજારો મુસાફરો અને વિધાર્થીઓ નોકરીયાતો ઉઘાડી લુંટનો ભોગ બની રહ્યાં છે. કેશોદના ચારચોક ખાતે અંડરબ્રીજનું કામ ચાલુ છે એ ક્યારે પુરું થશે એનું નક્કી નથી ત્યારે વિના કારણે મુસાફરો દંડાઈ રહ્યાં છે ત્યારે ખાનગી પેસેન્જર વાહનચાલકોને ઘી કેળા થઈ ગયાં છે અને મુસાફરોની મજબુરીનો લાભ ઉઠાવી રહ્યાં છે. કેશોદના પ્રતિબંધિત વિસ્તારમાં એસટી બસો પસાર થતાં ખાનગી વાહનચાલકો પણ ઘુસવા લાગતાં ટ્રાફિક જામની સમસ્યા વિકરાળ બની છે. કેશોદના જવાબદાર તંત્ર દ્વારા જુનાગઢ જિલ્લ ા કલેકટરનાં જાહેરનામાંનો કડકાઇથી અમલ કરાવવામાં આવતો ન હોવાથી ભારે વાહનોનાં ચાલકો બેફામ બની ગયાં છે ત્યારે એસટી બસનાં કર્મચારીઓ સાથે ઘર્ષણ થશે કે આકસ્મિક ઘટનામાં કોઈ રાહદારી કે વાહનચાલકનો ભોગ બનશે તો જવાબદારી કોની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application