આઠ શખ્સની અટકાયત : કુલ 90 બોટલ કબ્જે કરાઇ
ગુજરાત રાજયમાં ચાલી રહેલા નશાબંધીના કારોબારને સંપુર્ણ નેસ્તનાબુદ કરવા રેન્જ આઇજી અશોકકુમાર યાદવની સુચના તથા માર્ગદર્શનને ઘ્યાને લઇ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા તાજેતરમાં સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુકત આયુર્વેદીક દવાની આડમા થઇ રહેલ આલ્કોહોલ યુકત પીણાના વેપાર સાથે સંકળાયેલ ઇસમો વિરુઘ્ધ કાર્યવાહી કરવા દેવભુમી દ્વારકા એસપી નિતેષ પાંડેયના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ કે.કે. ગોહીલ, પીઆઇ જે.બી સરવૈયા,, પીએસઆઇ વી.બી. પીઠીયા તથા ઇન્ચાર્જ પીઆઇ એસઓજી ટી.સી પટેલ, પોતપોતાની ટીમ ડી સ્ટાફને સક્રીય રીતે કાર્યરત કરી આ પ્રકારે આયુર્વેદીક દવાની આડમાં આલ્કોહોલ યુકત પીણાના વેપાર કરી સમાજના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ઇસમો વિરુઘ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
દ્વારકા જીલ્લા ખાતે વધુ એકવાર વ્હાઇટકોલર બુટલેગરો વિરુઘ્ધ કાયદાકીય રીતે સકંજો કસી પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી છે, ગત તા. 8-8-23ના ખંભાળીયાના પ્રકાશ કિશોર આચાર્યના મકાનેથી કથીત આયુર્વેદીક નશાયુકતની 90 બોટલનો મુદામાલ મળી આવેલ જે કબ્જે કર્યો હતો, તપાસ કાર્યવાહીમાં આલ્કોહોલની ટકાવરી વધારે પ્રમાણમાં આવતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. ભુતકાળમાં આયુર્વેદીક દવાની આડમા નશાયુકત પીણા અંગે ગુના નોંધાયેલ છે જે અંગે નીચેના આરોપીઓની ગુનાના કામે ધરપકડ કરી આ પ્રકારની ઝુંબેશમાં વધુ એક સોપાન હાંશલ કરેલ છે.
પકડાયેલ આરોપીઓમાં ખંભાળીયાના પ્રકાશ કિશોર આચાર્ય, સામત ખીમા જામ, ભાવનગરના લગધીરસિંહ કાળુભા જાડેજા, રાજકોટના મેહુલ અરવિંદ જસાણી, ધર્મેન્દ્ર નટવરલાલ ડોડીયા, વડોદરાના નિતીન અજીત કોટવાણી, મુંબઇના તૌફીક હાસીમ મુકાદમ, વાપીના આમોદ અનિલ ભાવેનો સમાવેશ થાય છે. 13450ની કિંમતની કુલ 90 બોટલ કબ્જે કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech