ઠાર અને બરફીલા પવનના સુસવાટા સાથે આજે ગુજરાતમાં લઘુત્તમ તાપમાનના પ્રમાણમાં સામાન્ય વધઘટ થવા પામી છે. રાજકોટ અને નલિયા સિવાય સમગ્ર રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો ડબલ ફિગરમાં નોંધાયો છે. રાજકોટમાં ગઈકાલે 8.2 અને આજે 9.8 તથા નલિયામાં ગઈકાલે 6.4 અને આજે 6.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. પવનના સુસ્વાટાના કારણે રોપવે બંધ રાખવામાં આવ્યો છે. ગિરનાર પર્વત ઉપર આજે લઘુતમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. જુનાગઢ શહેરમાં 15 અને ભવનાથ તળેટીમાં 13 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
રાજકોટમાં લઘુતમ તાપમાનમાં દોઢ ડિગ્રીનો વધારો થયો છે. તો પોરબંદરમાં ત્રણ ડિગ્રી લઘુતમ તાપમાન ઉચકાયું છે. પોરબંદરમાં ગઈકાલે 10.6 અને આજે 13 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ઓખામાં એક ડિગ્રીના ઘટાડા સાથે આજે 18.6 વેરાવળમાં બે ડિગ્રીના વધારા સાથે આજે 15.4 અમરેલીમાં દોઢ ડિગ્રીના વધારા સાથે આજે 12 અને ભુજમાં સામાન્ય વધારા સાથે આજે અગિયાર ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. આજે અમદાવાદમાં 13.5 ડીસામાં 11.9 ગાંધીનગરમાં 11.5 અને વડોદરામાં 14 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીરમાં અત્યારે હિમવષર્નિું જોર ઘટ્યું છે. પરંતુ આગામી તારીખ 10 ના રોજ વધુ એક પ્રભાવશાળી એક્ટિવ વેસ્ટર્ન ડિસ્ટર્બન્ટ સર્જાતું હોવાથી ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે. ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી હિમાચલ પ્રદેશ જમ્મુ કશ્મીર બિહાર અને સિક્કિમમાં ધુમસ નું પ્રમાણ વધુ રહ્યું છે અને વિઝિબિલિટી સાવ ઘટી ગઈ છે. યુપી અને રાજસ્થાન માટે કોલ્ડ વેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય મણીપુર મિઝોરમ ત્રિપુરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech