પેરિસ ઓલિમ્પિકમાં ફાઈનલ રેસલિંગ મેચ પહેલા ગેરલાયક ઠરેલી ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટના મેડલ પર આજે નિર્ણય લેવામાં આવશે. વિનેશ માટે એક સારા સમાચાર એ છે કે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (આઈઓએસ ) નું પ્રતિનિધિત્વ પ્રખ્યાત ભારતીય વકીલ હરીશ સાલ્વે કરશે.
ભારતના ભૂતપૂર્વ સોલિસિટર જનરલ અને કિંગ્સ કાઉન્સેલ સાલ્વેની નિમણૂક આઈઓએસ દ્રારા કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (સીએએસ)માં વિનેશ ફોગાટનો કેસ લડવા માટે કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વિનેશને તેના ૫૦ કિલો વજનની શ્રેણીમાંથી અયોગ્ય ઠેરવવામાં આવી હતી કારણ કે તેનું વજન ફાઈનલ મેચ પહેલા કરતા ૧૦૦ ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. હવે વિનેશે આની સામે સીએએસ માં કેસ દાખલ કર્યેા છે.
આ પહેલા હરીશ સાલ્વેએ પાકિસ્તાનમાં કેદ કુલભૂષણ જાધવને લઈને ઈન્ટરનેશનલ કોર્ટમાં કેસ લડો હતો. લાખો પિયાની ફી લેનાર સાલ્વેએ તે સમયે એક પિયો પણ વસૂલ્યો ન હતો. આ મામલામાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડો હતો.
કોઈ ષડયત્રં નથી, મને પણ ૨૦૦ ગ્રામ વજનના કારણે અયોગ્ય જાહેર કરવામાં આવી હતી: બબીતા ફોગાટપેરિસ ઓલિમ્પિકમાં વધુ વજન હોવાના કારણે અયોગ્ય જાહેર થયેલી ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. આ નિર્ણય પછી કાકા મહાવીર ફોગાટે વિનેશને નિર્ણય પાછો ખેંચવા કહ્યું હતું અને હવે તેની બહેન બબીતા ફોગાટે પણ કહ્યું કે અમે આ નિર્ણયથી દુખી છીએ. બબીતાએ કહ્યું કે વિનેશ સાથે કોઈ ષડયત્રં નથી. ૨૦૧૨માં, હત્પં પોતે ૨૦૦ ગ્રામ વધુ વજનના કારણે ગેરલાયક ઠરી હતી અને એશિયન ચેમ્પિયનશિપ રમી શકી ન હતી. ભૂતકાળમાં પણ ઘણા ખેલાડીઓ વધારે વજનના કારણે સ્પર્ધામાંથી બહાર થઈ ગયા છે. આમાં કોઈ પણ પ્રકારનું ષડયત્રં નથી.
બબીતા ફોગાટે કહ્યું કે વિનેશે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. માત્ર હત્પં અને મારો પરિવાર જ નહીં પરંતુ સમગ્ર દેશ આનાથી દુ:ખી છે. અમે વિનેશને હિંમત આપીશું કે અમે બધા તેની સાથે ઊભા છીએ. અમે તેની સાથે વાત કરીશું અને તેને ફરીથી મેદાનમાં લાવીશું અને તેને ૨૦૨૮ ઓલિમ્પિક રમવા માટે હિંમત આપીશું.
વિનેશને રાયસભાના ઉમેદવાર બનાવવાના ભૂપેન્દ્ર હત્પડ્ડાના નિવેદન પર બબીતા ફોગાટે કહ્યું કે હત્પં હત્પડ્ડા જીને કહેવા માંગુ છું, તમે તમારા દસ વર્ષના કાર્યકાળમાં કેટલા ખેલાડીઓને રાયસભામાં મોકલ્યા? હત્પં ભૂપેન્દ્ર હત્પડ્ડા અને દીપેન્દ્ર હત્પડ્ડા બંનેને હાથ જોડીને વિનંતી કં છું કે તમે આ પરિવારને તોડવાનું બધં કરો. પરિવારને લઈને રાજનીતિ ન કરો. રાજનીતિ કરવી હોય તો મેદાનમાં જાવ અને કરો, આ પરિવાર તોડીને રાજનીતિ ન કરો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલોન નહીં ભરનારાને છ માસમાં જ વિલફુલ ડિફોલ્ટર જાહેર કરો
December 23, 2024 10:56 AMઆતંકને આશરો આપનારાનો નાશ કરાશે: મોદી
December 23, 2024 10:55 AMજૂનાગઢ: બી ડિવિઝન પીએસઆઇ પરમારનું તબિયત લથડવાથી મૃત્યુ
December 23, 2024 10:51 AMજૂનાગઢ: ઉબેણ નદીમાં દૂષિત પાણી નહીં અટકે તો ધારાસભ્યની આંદોલનની ચીમકી
December 23, 2024 10:48 AMસૌરાષ્ટ્ર્રમાં ઠંડી વધી પણ કાલથી તાપમાન વધશે
December 23, 2024 10:45 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech