દુનિયા ક્યાં જઈને અટકશે ! સોશિયલ મીડિયા પર પ્રેમ થયો અને 10 વર્ષની બાળકી ભાગી ગઈ

  • January 04, 2025 05:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અરવલ્લીના ધનસુરા તાલુકામાંથી વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એકબાજુ બાળકોને સારી કેળવણી આપી શકાય અને સારો અભ્યાસ કરી શકે તે માટે માતા – પિતા દરેક પ્રયત્નો કરતા હોય છે. પરંતુ સોશિયલ મીડિયાના દુષણે અનેક બાળકોના ભવિષ્ય જોખમમાં મુકાયા હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. અરવલ્લીના ધનસુરા તાલુકામાંથી 31 ડિસેમ્બરેના રોજ ધોરણ 5માં ભણતી 10 વર્ષની બાળકી  16 વર્ષના  કિશોર સાથે ભાગી ગઈ હોવાની ઘટના સામે આવી હતી.

ત્રણ કિશોરીની મદદથી ભાગ્યા પ્રેમીપંખીડા

બાળકી ગુમ થતા વાલીઓના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. બાળકીના માતા – પિતાએ તાત્કાલિક પોલીસ સ્ટેશમાં બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં સગીર કિશોર અને 10 વર્ષની બાળકીને શોધી લીધા હતા. મળતી માહિતી અનુસાર સગીર કિશોર અને બાળકીને સોશિયલ મીડિયા પર વાતચીત કરતા પ્રેમ થયો હતો. જેના પગલે બંન્ને બાળકો ઘર છોડી ભાગી ગયા હતા.


ધનસુરા તાલુકામાં સોશિયલ મીડિયા પર પ્રેમ થઈ જતા 10 વર્ષની બાળકી અને સગીર બાળક અન્ય ત્રણ કિશોરીની મદદ લઈને ભાગી ગયા હતા. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં નજીકના ગામમાંથી શોધી લીધા બાદ ચોંકાવનારા ખુલાસા થયા હતા. પોલીસે ઘટનાને લઈ પોસ્કો અને અપહરણનો ગુનો નોંધ્યો હતો. તેમજ કિશોરને ઓબ્સર્વજેશન સેન્ટર ખાતે મોકલવામાં આવ્યો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application