વિકાસ અને વિશ્ર્વની ત્રીજી ર્અવ્યવસના નારા ક્યાં ગયા?

  • April 26, 2024 01:18 PM 

પહેલા તબક્કાના મતદાન પછી ભાજપને સમજાઈ ગયું છે કે વિકાસ કે વિશ્વની ત્રીજી સૌી મોટી ર્અવ્યવસના અસપનાના નામે મત ની મળતા. ભાજપે પ્રમ તબક્કા પછી કરેલા સર્વેમાં દેખાઈ ગયું હશે કે આ નારાઓ મતદારોને આકર્ષી શકયા ની અને તેને આધારે નૈયા ૪૦૦ પાર જાય એમ ની એટલે ટાઈમટેસ્ટેડ હિંદુ મુસ્લિમના મુદ્દાનો સહારો લીધો છે. લોકસભા ચૂંટણીના પ્રમ તબક્કામાં ઓછા મતદાન બાદ પીએમ મોદી, અમિત શાહ અને સીએમ યોગી આદિત્યનાના ભાષણોમાં અચાનક ફેરફાર જોવા મળ્યો છે. પ્રમ તબક્કાના મતદાન બાદ બીજા દિવસે શનિવારે રાજકીય નિષ્ણાતોએ અલગ અલગ રીતે તેનું ર્અઘટન કર્યું હતું. ઘણા લોકોએ નીચી મતદાન ટકાવારી માટે શાસક પક્ષના મુખ્ય મતદારો અને કાર્યકરોમાં ઉદાસીનતાને જવાબદાર ગણાવી હતી.આ ચર્ચા ચાલી રહી હતી ત્યારે વડાપ્રધાન મોદીએ રાજસનના બાંસવાડામાં પોતાની ૨૦ વર્ષ જૂની શૈલીમાં જુના મુદ્દાઓ બોલવાનું શરૂ કર્યું. આ રેલીમાં પીએમએ એક સો મુસ્લિમો, રામ નવમી અને કોંગ્રેસ પર તુષ્ટિકરણના ઉલ્લેખ કર્યા. તેમની દેખાદેખીમાં ભાજપના અન્ય નેતાઓએ પણ તે મુદ્દાઓ ઉઠાવવાનું શરૂ કર્યું જે છેલ્લા ૫ વર્ષી ’વિકસિત ભારત’, ’૪૦૦ બેઠકો પાર કરવી’ અને ’ત્રીજી મોટી ર્અવ્યવસ’ ના નારાઓમાં દબાયેલા હતા. પ્રમ તબક્કાની ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીએ રાજસનના બાંસવાડા, ટોંક-સવાઈ માધોપુર, છત્તીસગઢના સુરગુજા, મહાસમુંદ અને જાંજગીર-ચંપામાં રેલીઓ કરી છે. મોદીએ આ રેલીઓમાં પોતાના ભાષણોી ભાજપના પ્રચારની દિશા બદલી નાખી છે. વડાપ્રધાન તેમના ભાષણમાં બે મુખ્ય મુદ્દાઓને પ્રાધાન્ય આપી રહ્યા છે: પ્રમ , ટ્ટર હિંદુત્વના મુદ્દાને જીવતો કરવો. પ્રમ તબક્કાની ચૂંટણી બાદ વડાપ્રધાન મોદી સખત હિંદુત્વના મુદ્દાને ઉભો કરવામાં વ્યસ્ત છે. જાંજગીર લોકસભા સીટ પર રેલી દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવો પણ ગુનો હતો. ટોંક-સવાઈ માધોપુર રેલીમાં બોલતા મોદીએ કહ્યું- કોંગ્રેસના શાસનમાં રામનું નામ લેવું પણ અપરાધ માનવામાં આવતું હતું. અહીં રામનવમીની શોભાયાત્રા પર પ્રતિબંધ હતો. બીજું, મુસ્લિમોનો ડર: રાજસનના બાંસવાડામાં રેલીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું- જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તમારી સંપત્તિ વધુ બાળકો ધરાવતા લોકોમાં વહેંચી દેવામાં આવશે. આ લોકો દેશના ઘૂસણખોરો છે. શું તમે તમારી મિલકત મુસ્લિમોને આપવાનો સ્વીકાર કરશો? ચૂંટણીના પ્રમ તબક્કા પહેલા ભાજપના ઘણા નેતાઓએ ૪૦૦ પારના નારાને બંધારણ બદલવા સો જોડ્યું હતું. વિપક્ષે તેને મોટો મુદ્દો બનાવીને લોકસભાની આ લડાઈને બંધારણ બચાવવાની લડાઈ સો જોડી દીધી. આ મુદ્દો વિરુદ્ધમાં જતો જોઇને છત્તીસગઢની રેલીમાં ખુદ વડાપ્રધાન મોદીએ કહેવું પડ્યું કે બંધારણ બદલવામાં આવશે નહીં. બાબા સાહેબ આંબેડકર પોતે આવીને કહે તો પણ બંધારણને કોઈ બદલી શકે નહીં. ૨૨ એપ્રિલ સુધી, ભાજપ તેના સત્તાવાર હેન્ડલ દ્વારા તેના ઢંઢેરામાં કહેવામાં આવેલી બાબતોને વ્યાપકપણે શેર કરી રહ્યું હતું, પરંતુ છેલ્લા બે દિવસી, મેનિફેસ્ટો પાર્ટીના સોશિયલ મીડિયામાંી ગાયબ ઈ ગયો છે. એ જ રીતે, અગાઉ દરેક રેલી પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી કાર્યકરોને ૪૦૦ થી વધુના નારા લગાવતા હતા, પરંતુ ચૂંટણીના પ્રમ તબક્કા પછી આ બંધ ઈ ગયું છે. હવે દરેક રેલીના અંતે પીએમ કાર્યકર્તાઓને વધુમાં વધુ વોટ મેળવવાની અપીલ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application