મહિલાઓ જયારે સફળ થાય છે ત્યારે દુનિયાનો દ્રષ્ટ્રિકોણ બદલાઈ જાય છે: માસ્ટર શેઇફ શિવાની

  • September 23, 2023 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દરેક મહિલાઓમાં કોઈને કોઈ કળા છુપાયેલી હોય છે બસ તેના માટે તેને પ્લેટફોર્મની જરત હોય છે. એક મહિલા તરીકે સમાજની અન્ય મહિલાઓને હત્પં એટલી અપીલ કરીશ કે, આળસ ખંખેરીને પોતાના અસ્તિત્વની ઓળખ ઉભી કરીને આત્મ નિર્ભર બનવું જ જોઈએ.. આ શબ્દ છે રાજકોટની મહેમાન બનેલી સેલિબ્રિટી માસ્ટર સેફ શિવાની મહેતા ના. આજકાલ સાથેની ખાસ મુલાકાતમાં શિવાની મહેતાએ સ્વાદથી શ કરેલા સંઘર્ષ અને આ સંઘર્ષથી મળેલી સફળતા બાદ પોતાની એક નવી ઓળખ કઈ રીતે સમાજની સામે આવી તે વિશે તેને વાત કરી હતી.

ગુજરાતી પરિવારમાં જન્મેલી શિવાની મહેતા ને નાનપણથી રસોડું અને રસોડામાં રહેલા મસાલાઓ સાથે મિત્રતા થઈ ગઈ હતી. સફળ ગૃહિણી સાથે એક બેસ્ટ મમ્મી અને વકિગ વુમન હોવાની સાથે તેને કયાંક એવું લાગતું હતું કે હજી પોતાના સપના કયાંક ને કયાંક હજુ બાકી છે. તેના માટે હજુ તેને ઉડાન ભરવાની બાકી છે અને આ ઉડાનને પાંખો આપી તેની પુત્રીએ.. અવનવી ડીશ અને વાનગી બનાવવાનો શોખ તેને રસોઈની મહારાણી સુધી તો તેને લઈ ગયો હતો પરંતુ આ સ્વાદનો તડકો માસ્ટર શેઈફ ની સફર સુધી લઈ ગયો. ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં શિવાની મહેતા ટોપ ૧૩ સુધી પહોંચનાર ગુજરાતની એકમાત્ર ફિમેલ શેઈફ છે.

આજકાલ સાથેની મુલાકાતમાં શ કરેલા સંઘર્ષ બાદ એક નવી સફળ મહિલા તરીકેની ઓળખાણ મળી ત્યારે સમાજમાંથી લોકોનો દ્રષ્ટ્રિકોણ કઈ રીતે બદલાય છે તે અંગે તેની વાતચીત કરી હતી. શિવાની કહે છે કે યારે એક વખત પોતાની નવી પહેચાન તેની કોઈ પ્રતિભા થકી મેળવે છે અને ત્યારબાદ તેણીની સમાજમાંથી સન્માન અને સ્વમાન બંને મળે છે આ જ મોટી સફળતા કહી શકાય. સ્થાનિક કક્ષાએથી વિશ્વ ફલક પર પહોંચેલી શિવાની માટે માસ્ટર સેફ નો અનુભવ પણ ખૂબ જ યાદગાર રહ્યો હતો. આ વિશે તેને જણાવ્યું કે યારે હત્પં ગુજરાતની બહાર અને મોટા પ્લેટફોર્મ પર ગઈ ત્યારબાદ મારી પર્સનાલિટીમાં પણ ખૂબ જ ચેન્જ આવી ગયો. દુનિયાને જોવાની દ્રષ્ટ્રિ બદલાઈ જાય છે. દુનિયાના નામાંકિત માસ્ટર શેઈફ સાથે કામ કરીને અનુભવ મેળવ્યો છે તે હવે અન્ય મહિલાઓ ને આપવા ઈચ્છે છે. આજે આ સકસેસ માસ્ટર શેઈફ એ પોતાના શોખ ને પ્રોફેશન બનાવ્યું છે અને તે ફડ ઇન્ડસ્ટ્રીઝ સાથે જ સંકળાયેલી છે તેને કોઈ હોટલ કે રેસ્ટોરન્ટ શ કરવાના બદલે ગુજરાતનો પ્રથમ ફડ સ્ટુડિયો શ કર્યેા છે અને હવે તે માયા નગરી મુંબઈમાં પણ પોતાનો સ્ટુડિયો શ કરવાનું સ્વપન સાકાર કરવાની દિશા તરફ કામ કરી રહી છે.
પ્રખ્યાત ગુજરાતી ટેલિવિઝન શો રસોઈ ની મહારાણી માટે ૬૦૦૦ સહભાગીઓમાં તે રસોઈની ગૌરવપૂર્ણ વિજેતા છે.વિવિધ ડેમો, હરીફાઈઓ, વિવિધ કલબો, સોસાયટીઓમાં ઈવેન્ટસ, જોઈન્ટ ટાઈ અપ અને સાહસો દ્રારા રસોઈની કળાને પ્રોત્સાહન આપવામાં ઉત્સાહપૂર્વક વ્યસ્ત છે. શિવાની વિવિધ પ્રમોશનલ ઈવેન્ટસ અને એકિટવિટી કરીને દરેક હૃદય સુધી પહોંચવા માટે તેના જુસ્સાને આગળ ધપાવે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application