રાજકોટ એસટી ડિવિઝનના નવનિર્મિત ઓફિસ બિલ્ડિંગનું લોકાર્પણ કયારે ?

  • December 11, 2024 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝનના નવનિર્મિત ઓફિસ બિલ્ડીંગના લોકાર્પણમાં તારીખ પે તારીખ અપાઇ રહી છતાં છ મહિનાથી આ ઓફિસ બિલ્ડીંગનું લોકાર્પણ શકય બન્યું નથી. હવે તો કર્મચારીઓ પણ યારે લોકાર્પણ થવું હોય ત્યારે થશે તેમ માની જુના ઓફિસ બિલ્ડીંગમાં બેસી રહ્યા છે.
દરમિયાન આગામી તા.૧૩ ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે અને તેમના હસ્તે સ્માર્ટ સિટી પ્રોજેકટ સહિત .૭૯૩ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત થનાર છે ત્યારે કદાચ જો શકય બને તો સીએમના આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ એસટી ડિવિઝનની નવનિર્મિત ઓફિસના બિલ્ડીંગનું પણ લોકાર્પણ કરાય તેવી શકયતા છે.
મુખ્યમંત્રીના કાર્યક્રમ અન્વયે આજે બપોરે રાજકોટ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાનાર છે જેમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયમકને પણ બોલાવ્યા હોય કદાચ આ મામલે ચર્ચા થાય તો કંઇક નિર્ણય લેવાય તેવી સંભાવના હોવાનું જાણવા મળે છે.
ડિવિઝન ઓફિસના નવનિર્મિત ઓફિસ બિલ્ડીંગનું લોકાર્પણ કયારે અને કોના હસ્તે થાય તેનાથી મુસાફરોને કઇં ફરક પડતો નથી કે મુસાફરોની સુવિધામાં વધારો થતો નથી પરંતુ જૂનું ઓફિસ બિલ્ડીંગ ડિમોલિશ કરી ત્યાં આગળ નવું બસ સ્ટેશન બનાવવાનો પ્રોજેકટ હાથ ધરવામાં આવનાર છે જે વિલંબિત થઇ રહ્યો છે. ગોંડલ રોડ ઉપરના વિભાગીય કચેરી સંકુલમાં રાજકોટ શહેરનું ચોથું બસ સ્ટેશન બનાવવાનું ભાવિ આયોજન છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application