વડિયા રેલવે સ્ટેશને લાંબા અંતરની ટ્રેન, બુકિંગ સુવિધાઓ ક્યારે મળશે ? જનતાનો સવાલ !

  • February 20, 2024 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડિયાને ઘણા વર્ષો પછી બ્રોડગેજ રેલવે સુવિધાઓ પ્રાપ્ત થઇ છે ત્યારે તે પૂર્ણ પ્રમાણ માં લોકોને પ્રાપ્ત થાય એ ખુબ જરૂરી ત્યારે વડિયા રેલવે સ્ટેશનર હાલ ભૌતિક સુવિધાઓથી નવા રૂપ રંગ સાથે કાર્યરત થયા ને ઘણો સમય થયો અનેક રાજકીય નેતાઓએ તેની વિવિધ પ્રોગ્રામ હેતુ મુલાકાતો પણ લીધી પરંતુ આજદિન સુધી લોકોને મળતી પૂરતી સુવિધાઓ પ્રાપ્ત થઇ શકી નથી. ત્યારે વડિયા રેલવે સ્ટેશન પર આસપાસ ના વિસ્તાર ના મોટી સંખ્યા માઁ પેસેન્જર મળે તે માટે આ તાલુકા મથક પર એડવાન્સ બુકિંગ ની સુવિધાઓ, સુરત, અમદાવાદ, વડોદરા ની લાંબા અંતરની કાયમી ટ્રેન સાથે નિયત જગ્યા પર ટ્રેન ના નક્કી કરેલા ડબ્બા ઉભા રહે તે ખુબ જરૂરી છે આ સુવિધાઓ લોકોને ઝડપી પ્રાપ્ત થાય તે માટે લોક માંગણી ઉઠતી જોવા મળી છે અને આ સુવીધાઓ આપવાથી રેલવે વિભાગને પણ પૂરતા પેસેન્જર નો ટ્રાફિક મળશે તેવુ માનવામાં આવી રહ્યું છે ત્યારે વડિયા ના રેલવે સ્ટેશન પર તમામ સુવીધાઓ સાથે એડવાન્સ બુકિંગ અને કાયમી લાંબા અંતરની ટ્રેનો શરુ કરવામાં આવે તેવી લોક માંગણી જોવા મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application