આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલા પાસે પાર્સલ આવ્યું, જેને જોઈને તે ચોંકી ગઈ. મહિલાને મળેલા પાર્સલમાં મૃતદેહ રાખવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ડેડબોડી સાથે એક પત્ર પણ હતો, જેમાં ૧.૩ કરોડ પિયાની માંગ કરવામાં આવી હતી. આ ઘટના બાદ મહિલા અને તેનો આખો પરિવાર ડરી ગયો અને પોલીસને જાણ કરી.
ઘટના અંગે માહિતી આપતાં પોલીસ અધિક્ષક અદનાન નઈમ આસ્મીએ જણાવ્યું કે આ પાર્સલ ગુવારે રાત્રે ચાર જણના પરિવારને મળ્યું હતું, જેમાં એક પત્ર પણ રાખવામાં આવ્યો હતો. આ પત્રમાં પરિવાર પાસેથી ૧ કરોડ ૩૦ લાખ પિયાની ખંડણી માંગવામાં આવી હતી. એસપીએ જણાવ્યું કે આ પાર્સલ બુધવારે રાત્રે એક નિર્માણાધીન બિલ્ડીંગ પાસે પહોંચાડવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે પોલીસ આ મામલે વધુ માહિતી મેળવવા માટે તપાસ કરી રહી છે.
પોલીસે એમ પણ કહ્યું કે આ પાર્સલ કોઈ એમ્બ્યુલન્સ કે કાર દ્રારા નહીં પરંતુ ઓટોરિક્ષા દ્રારા પહોંચાડવામાં આવ્યું હતું. હવે પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ પાર્સલ કોણે અને કયાંથી મોકલ્યું હતું. હાલમાં પોલીસને આ અંગે કોઈ સુરાગ મળી શકયો નથી. આસપાસના લોકોને આ અનોખા પાર્સલની જાણ થતાં જ તેઓ તેને જોવા માટે ત્યાં પહોંચી ગયા હતા અને મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકબૂતરોથી ૬૦થી વધુ બીમારીઓનો ખતરો: શ્વાસના રોગો ૧૫ ટકા વધ્યા
February 24, 2025 10:53 AMબોર્ડની પરીક્ષામાં બુટ- મોજા પહેર્યા હશે તો એકઝામ હોલની બહાર કાઢવા પડશે
February 24, 2025 10:50 AMટ્રમ્પે USAID ના 2000 કર્મીને કાઢી મુક્યા
February 24, 2025 10:48 AMદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech