પતિએ માર મારી ઘર ખાલી કરવાનું કહેતા પત્ની એસિડ ફિનાઇલ ભેળવી પી ગઈ

  • October 05, 2023 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી પરિણીતાને એસ.ટી ડ્રાઈવર પતિએ મારમારી ઘર ખાલી કરી દેવાનું કહેતા તેણે એસિડ અને ફિનાઈલ ભેળવી પી જઈ આપઘાતનો પ્રયાસ કર્યેા હતો. જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાદમાં તેણે પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.રેલનગર બે શેરી નંબર ૨ પાર્થ સ્કૂલ સામે રહેતી છાયા ધર્મેન્દ્રભાઈ કાસેટીયા(ઉ.વ ૩૩) નામની પટેલ પરિણીતાએ રાત્રિના એસિડ ફીનાઇલ મિકસ કરી પી જતાં તેણીને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાદમાં તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મૂળ અમરેલીના લાઠીના વતની એવા પતિ ધર્મેન્દ્ર કાળુભાઈ કસોટીયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, તેણીના અગાઉ લ થયા હતા જેના થકી પાંચ વર્ષની દીકરી તુલસી છે જે તેની સાથે રહે છે. તેણીએ અમરેલી એસ.ટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્ર કસોટીયા સાથે ત્રણ વર્ષ પૂર્વે અમરેલી કોર્ટમાં રજીસ્ટર મેરેજ કર્યા હતા.લ બાદ તેણી આંગળીયાત પુત્રીને લઈ સાસરીએ ગઈ હતી.


એકાદ મહિનો સારી રીતે રાખ્યા બાદ પતિ આંગળીયાત પુત્રીને લઈ અવારનવાર ઝઘડા કરતો અને દીકરીને દાદા–દાદીને ત્યાં મૂકી આવવા માટે કહેતો હતો. પતિના ત્રાસથી કંટાળી પરિણીતા પોતાની દીકરીને લઈ રાજકોટ માવતરના ઘરે આવી ગઈ હતી બાદમાં પતિ પત્ની વચ્ચે સમાધાન થયું હતું અને રાજકોટ રહેવાનું નક્કી થયું હતું. જેથી તેઓ છેલ્લા દોઢેક વર્ષથી અહીં રેલનગરમાં રહેતા હતા પરંતુ ફરી પતિએ આંગળિયાત પુત્રી બાબતે ઝઘડાઓ શ કરી દીધા હતા છ માસ પૂર્વે પત્નીને અહીં એકલી મૂકી તે અમરેલી સાસુ–સસરા સાથે રહેવા જતો રહ્યો હતો જેથી પરિણીતાએ રાજકોટ કોર્ટમાં પતિ વિદ્ધ ભરણપોષણનો કેસ કર્યેા હતો.

પંદર દિવસ પૂર્વે પતિ ધર્મેન્દ્રએ ફોન કરી કહ્યું હતું કે, આપણે બંને સમાધાન કરી લઈએ મારે તારી સાથે રહેવું છે જેથી પરિણીતાએ કહ્યું હતું કે મને લખાણ કરી આપો. ત્યારબાદ છેલ્લા પાંચેક દિવસથી બંને વચ્ચે લખાણ કરવા તેમજ દીકરીને દાદા–દાદીને ત્યાં મૂકવા માટે બોલાચાલી અને ઝઘડાઓ થતા હતા. ગઈકાલે પતિએ ગાળો આપી ઝપાઝપી કરી લાફા મારી દીધા હતા અને કહ્યું હતું કે, હત્પં નોકરી પરથી સાંજે આવું તે પહેલા મા ઘર ખાલી કરી તમે બંને મા દીકરી જતા રહેજો નહિતર મારી નાખીશ. આમ કહી તે નોકરી પર જતો રહ્યો હતો. ત્યારબાદ આ બાબતનું માઠું લાગી જતા પરિણીતાએ લાદી સાફ કરવા માટેનું એસિડ ફીનાઇલ મિકસવાળું પ્રવાહી પી લેતા તેણીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી.પરિણીતાની ફરિયાદ પરથી પોલીસે તેણીના પતિ સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application