ક્યારે TTE તમારી ટિકિટ ચેક કરી શકે નહી?

  • May 16, 2024 05:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય રેલ્વેને દેશની લાઈફલાઈન કહેવામાં આવે છે. જે દરરોજ કરોડો લોકોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવાનું કામ કરે છે. આપણા દેશમાં રોજિંદા જીવનમાં મુસાફરી કરતા લોકોની સંખ્યા ઑસ્ટ્રિયા જેવા દેશોની કુલ વસ્તી જેટલી છે. આવી સ્થિતિમાં ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ટિકિટ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે TTE દ્વારા તપાસવામાં આવે છે. જો કે ઘણા ઓછા લોકો જાણે છે કે TTE ટિકિટ ચેક કરવાના કેટલાક નિયમો છે, જેમાં ટિકિટ ચેક કરવાનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે.


TTE આ સમયે ટિકિટ ચેક કરી શકતા નથી

રેલવેના નિયમો મુજબ, TTE રાત્રે 10 થી સવારે 6 વાગ્યાની વચ્ચે ટિકિટ ચેક કરવા માટે જગાડી શકે નહીં. રેલવે માટે બનાવેલા ઘણા નિયમોમાં એક નિયમ સૂવાના સમયને લઈને પણ નક્કી કરવામાં આવ્યો છે. જો કે આ નિયમ તે લોકો પર લાગુ નથી થતો જેમની યાત્રા 10 વાગ્યા પછી શરૂ થઈ છે.


એટલે કે કોઈપણ વ્યક્તિનો સૂવાનો સમય રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો હોય છે. તે જ સમયે, સવારે 6 વાગ્યા પછી, વચ્ચેની બર્થ ખોલવી પડશે, જેથી અન્ય મુસાફરો પણ આરામથી મુસાફરી કરી શકે. આ ઉપરાંત અન્ય મુસાફરોને અસુવિધા ન થાય તે માટે મુસાફરોને રાત્રે મોટેથી સંગીત સાંભળવા અને મોટેથી બોલવા પર પણ પ્રતિબંધ છે.


પ્લેટફોર્મ ટિકિટ લઈને પણ કરી શકો છો મુસાફરી 


આ સિવાય રેલવેના એક નિયમ મુજબ જો ટિકિટ ખરીદવાનો સમય નથી તો પ્લેટફોર્મ ટિકિટ લઈને પણ મુસાફરી કરી શકો છો. જો કે ટ્રેનમાં ચડ્યા પછી  બોર્ડિંગ સ્ટેશનથી જે જગ્યાએ જવાનું છે તેની ટ્રેન ટિકિટ માટે ચૂકવણી કરીને TTE પાસેથી ટિકિટ ખરીદવી પડશે, જેના પછી સરળતાથી આગળની મુસાફરી કરી શકો છો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application