એક વ્યક્તિએ ગુગલને મેપ વિશે ફરિયાદ કરી તો કંપનીએ જવાબના નામે લખી શાયરી!

  • January 01, 2023 04:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


@aajkaalteamઆજના સમયમાં, ગૂગલ કંપની અને તેની સેવાઓ સામાન્ય લોકોના જીવનમાં એવી રીતે પ્રવેશી છે કે તેના વિના એક દિવસ પસાર કરવો મુશ્કેલ બની જાય છે. લગભગ દરરોજ સામાન્ય માણસ ગૂગલ સર્ચ વડે કંઈક ને કંઈક સર્ચ કરે છે, જ્યારે ગૂગલ ફોટોઝ દ્વારા તે પોતાની જૂની યાદોને ફોટો અને વીડિયો દ્વારા શેર કરે છે. ગૂગલ મેપ પણ લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયો છે કારણ કે હવે તમે કોઈને દિશા-નિર્દેશ પૂછ્યા વિના, તમે વિશ્વમાં ગમે ત્યાં મુસાફરી કરી શકો છો. પરંતુ ભારત જેવા દેશોમાં ગૂગલ મેપ ઘણી વખત અસરકારક સાબિત થતો નથી. જો તમને વિશ્વાસ ન આવતો હોય તો આ વાયરલ ટ્વીટ વાંચો.

 એક ભારતીય વ્યક્તિએ ટ્વિટર પર એક ટ્વિટ કર્યું અને મેપની સેવાઓ વિશે ગૂગલને ફરિયાદ કરી. આ ટ્વિટ આ દિવસોમાં ફરી ચર્ચામાં છે. ગૂગલ મેપ દ્વારા રસ્તો શોધવો એ બરાબર છે, પરંતુ જ્યારે તમે એવા રસ્તા પર આવો છો કે જેના પર ઘણી બધી લેન બનેલી છે, ત્યારે તમારે જમણી લેન પર જવું છે કે ડાબી લેનમાં જવું છે તે સમજવું થોડું મુશ્કેલ બની જાય છે. કાર્તિક અરોરા નામના યુઝરને પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.


વ્યક્તિએ ટ્વીટ કરીને લખ્યું હતું- ડિયર ગૂગલ, તમે આટલા સારા નકશા બનાવ્યા છે, તો હજી એક નાનું ફીચર ઉમેર્યું હોત તો કે જે બતાવતું હોત કે ફ્લાયઓવર પર ચડવું કે નીચેથી જવું તે જણાવતું હોય. 5 ઇંચની સ્ક્રીન પર અડધા મિલીમીટરનું ડીફ્લેકશન ક્યાંથી દેખાય? આ મેસેજ સાથે વ્યક્તિએ નીચે લખ્યું- માણસ 2 કિમી આગળથી યુ-ટર્ન લઈ રહ્યો છે. આ ટ્વીટ વધુને વધુ વાયરલ થયું. 
ગૂગલે પણ જવાબ આપ્યો

વાત અહી અટકી ન હતી. આ ટ્વીટ પર ગૂગલ ઈન્ડિયાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી જવાબ પણ આપવામાં આવ્યો હતો, જેણે લોકોના દિલ જીતી લીધા હતા. વ્યક્તિની સમસ્યાને સમજીને અને તેની ભૂલ સ્વીકારીને, ગૂગલે શાયરી લખી- “તમારા જેવા વપરાશકર્તાઓનો આભાર, જેઓ અમને સાચો રસ્તો બતાવે છે. વધુ સારું બનવાની આ સફર અહીં અટકશે નહીં, મારા હમસફર!” આ ટ્વિટ પર લોકોએ ખૂબ જ ફની રિપ્લાય પણ આપ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application