કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ ફેસબુક અને વોટસએપની પેરેન્ટ કંપની મેટા પર ૨૧૩.૧૪ કરોડ પિયાનો દડં ફટકાર્યેા છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ ૨૦૨૧માં વોટસએપએ ગોપનીયતા અપડેટના સંબંધમાં અયોગ્ય વ્યવસાય પ્રથાઓ અપનાવવા બદલ મેટા પર આ દડં લાધો છે. આ સાથે સીસીઆઈએ મેટાને સ્પર્ધા વિરોધી વર્તન બધં કરવા અને આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવાનો પણ નિર્દેશ આપ્યો છે.આ નિયમ ૫ વર્ષ માટે લાગુ રહેશે અને વોટસએપ હવે ભારતીય યુઝર ડેટા એકત્રિત કરી શકશે નહી.
કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડિયાએ પોતાના આદેશમાં કહ્યું છે કે વોટસએપ તેના પ્લેટફોર્મ પર એકત્ર કરવામાં આવેલ ભારતીય યુઝર ડેટાને અન્ય મેટા કંપનીઓ સાથે જાહેરાતના હેતુઓ માટે ૫ વર્ષ સુધી શેર કરી શકશે નહીં.
સીસીઆઈએ પોતાના આદેશમાં કહ્યું કે મેટાએ તેના વર્ચસ્વનો દુપયોગ કર્યેા છે. આ ઉપરાંત આ દડં વોટસએપ ની ૨૦૨૧ ગોપનીયતા નીતિ કેવી રીતે લાગુ કરવામાં આવી હતી, કેવી રીતે યુઝરનો ડેટા એકત્ર કરવામાં આવ્યો હતો અને તેને મેટાની અન્ય કંપનીઓ સાથે કેવી રીતે શેર કરવામાં આવ્યો હતો તેનાથી પણ સંબંધિત છે.
ભારતના કોમ્પિટિશન કમિશને એમ પણ કહ્યું છે કે વોટસએપ તેના પ્લેટફોર્મ પર એકત્ર કરવામાં આવેલ ભારતીય યુઝર ડેટાને જાહેરાતના હેતુઓ માટે અન્ય મેટા કંપનીઓ સાથે ૫ વર્ષ સુધી શેર કરી શકશે નહીં. વોટસએપ માટે આ મોટો ફટકો છે. જણાવી દઈએ કે દેશમાં એકલા વોટસએપ પર ૫૦૦ મિલિયનથી વધુ માસિક સક્રિય વપરાશકર્તાઓ છે
સીસીઆઈના નિર્ણય સામે અપીલ કરીશું: મેટા
વોટસએપ પેરન્ટ ફર્મ મેટાએ કહ્યું કે તે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાના નિર્ણય સાથે સહમત નથી અને અપીલ કરવાની યોજના ધરાવે છે. કંપનીએ એ પણ જણાવ્યું કે ૨૦૨૧ના અપડેટથી લોકોના અંગત સંદેશાઓની ગોપનીયતામાં કોઈ ફેરફાર થયો નથી, અને તે સમયે વપરાશકર્તાઓને પસંદગીની ઓફર કરવામાં આવી હતી. મેટાના પ્રવકતાએ વધુમાં જણાવ્યું હતું કે અપડેટ વોટસએપ પર વૈકલ્પિક વ્યવસાયિક સુવિધાઓ રજૂ કરવા વિશે હતું, અને તેઓ ડેટા કેવી રીતે એકત્રિત કરે છે અને તેનો ઉપયોગ કરે છે તે વિશે વધુ પારદર્શિતા પ્રદાન કરે છે.
આ છે વોટસએપ પરના આરોપો
કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડિયાએ તેની તપાસમાં શોધી કાઢું કે વોટસએપ ની 'ટેક–ઈટ–ઓર–લિવ–ઈટ' પોલિસી અપડેટ વાજબી નથી. એટલે કે, આ નીતિએ તમામ વોટસએપ વપરાશકર્તાઓને ડેટા એકત્રીકરણની શરતો સ્વીકારવા અને કોઈપણ નાપસદં કર્યા વિના મેટા જૂથમાં ડેટા શેર કરવાની ફરજ પાડી. સીસીઆઈએ તેની તપાસમાં શોધી કાઢું હતું કે મેટા દ્રારા લાવવામાં આવેલી આ નીતિ, જે અપડેટના સ્વપમાં હતી, તે વપરાશકર્તાઓને તેનો અમલ કરવા દબાણ કરે છે અને તેમની સ્વાયત્તતા ઘટાડે છે. ૨૦૧૬ સુધી, વપરાશકર્તાઓ પાસે તે નક્કી કરવાનો વિકલ્પ હતો કે તેઓ ડેટા કોઈપણ કંપની સાથે શેર કરવા માંગે છે કે નહીં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆંખની તપાસ દ્વારા મળી શકશે ડિમેન્શિયા જેવા મગજના ગંભીર રોગોની જાણકારી
January 24, 2025 10:46 AMગુજરાત રાજ્ય એસટી નિગમ મહાકુંભમાં બસ દોડાવવા તૈયાર, ટૂંક સમયમા હર્ષ સંઘવી જાહેરાત કરશે
January 24, 2025 10:46 AMઉત્તરકાશીમાં 3.5ની તીવ્રતાનો કંપન અનુભવાયો, લોકોમાં ગભરાટ
January 24, 2025 10:44 AMગૌતમ ગંભીરે મારી નાખવાની ધમકી દીધી હોવાનો પૂર્વ ક્રિકેટરનો આક્ષેપ
January 24, 2025 10:42 AMમૂડીઝે રૂપિયાને સૌથી ખરાબ પ્રદર્શન કરનાર ચલણ ગણાવ્યું
January 24, 2025 10:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech