સિવિલમાં કયાં શું સ્થિતિ છે, હોસ્પિટલની ટીમનું ચેકિંગ

  • January 30, 2024 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સિવિલ હોસ્પિટલની ટીમ દ્રારા આજે સવારે કેમ્પસમાં સરપ્રાઈઝ રાઉન્ડ લેવામાં આવ્યો હતો જેમાં આડેધડ રાખવામાં આવેલા વાહનો રીક્ષા ચાલકોને બિનજરી ઉભા નહીં રહેવાની સૂચના આપવામાં આવી હતી અને બહાર તગેડવામાં આવ્યા હતા તેમજ વોર્ડ નં–૭ની સામે મોટો ગટરનો ખુલ્લો ખાડો અને તેમાં ગંદગી જોવા મળતા સફાઈ કરાવવા માટે કોન્ટ્રાકટ કંપનીના જવબદારોને જણાવાયું હતું. આ ઉપરાંત કેમ્પસમાં અને પોસ્ટમોર્ટમ મ પાસે અડિઁગો જમાવી બેઠેલા ખાનગી એમ્બ્યુલન્સના સંચાલકોને બહાર ખદેડવા માટે પહોંચ્યા હતા જો કે એ પહેલા ભણક લાગી જતા એમ્બ્યુલન્સ ચાલકો વાહનો સાથે હવામાં અદ્રશ્ય થઈ ગયા હતા. કેમ્પસમાં કેટલીક જગ્યાએ કાપેલા ઝાડ સહિતનો કચરો જોવા મળતા તેને તાત્કાલિક હટાવવા માટે હાજર વ્યકિતને કહેવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ટીમ દ્રારા સમયાંતરે વોર્ડ–વિભાગમાં સરપ્રાઈઝ વિઝીટ કરતા હોઈ છે અને ક્ષતિ જણાય તો તેને દૂર કરવા માટે જે–તે વિભાગમાં સૂચના આપી તેને દૂર કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે. આ પ્રકારે ટિન જો ચેકીંગ હાથ ધરવામાં આવે તો કેટલીક પરિસ્થિતિથી પણ વાકેફ થઈ શકે અને પ્રશ્નો ઉદભવે પહેલા જ તેનું નિરાકરણ આવી શકે છે.
આજની વિઝીટમાં સિનિયર આર.એમ.ઓ. ડો. એમ.સી.ચાવડા, આર.એમ.ઓ ડો.જે.કે.નથવાણી, ડો.હર્ષદ દુશરા, કલાર્ક આર.એમ.ચૌહાણ, સિસ્ટમ મેનેજર હિરેન ભાઈ સોની, એડી બ્રાન્ચના સાગર વૈષ્ણવ સહિતની ટિમ જોડાઈ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application