રાષ્ટ્રીય રાજધાનીમાં ગઈકાલે લઘુત્તમ તાપમાન 21.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે 14 વર્ષમાં સપ્ટેમ્બરમાં નોંધાયેલું સૌથી ઓછું તાપમાન છે. દિલ્હી-એનસીઆરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે અને દિલ્હીના લોકોને ગરમીથી રાહત મળી છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર આજે પણ દિલ્હીમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિવસ દરમિયાન આકાશ વાદળછાયું રહેશે અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ છે.
ચોમાસુ પીછેહઠના આરે
ભારતીય હવામાન વિભાગના છેલ્લા 14 વર્ષના ડેટા અનુસાર ગઈકાલે લઘુત્તમ તાપમાને 13 સપ્ટેમ્બરે નોંધાયેલો 21.4 ડિગ્રી સેલ્સિયસનો અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યો છે. માહિતી અનુસાર, 2022માં સમાન સમયગાળા દરમિયાન લઘુત્તમ તાપમાન 22.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. IMDના જણાવ્યા અનુસાર દિલ્હીમાંથી ચોમાસું પાછું ખેંચાવાની આરે છે પરંતુ શહેરવાસીઓ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની મજા માણી શકશે. દિલ્હીમાં આ સિઝનમાં અત્યાર સુધીમાં 1,029.9 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતા 67 ટકા વધુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMજામનગર: જી જી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું શોષણ...સૂત્રોચાર કરી વિરોધ કર્યો
November 21, 2024 06:13 PMજામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં દુકાનમાં આગ, ઢગલાબંધ બારદાન આગમાં બળીને ખાક
November 21, 2024 05:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech