ભારતીય રેલ્વે વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે છે. ભારતીય રેલવેની ટ્રેનમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. પણ ટ્રેનમાં મુસાફરી કરતા મોટાભાગના લોકોને કોચની ઉપરની જુદા-જુદા રંગની પટ્ટીનો શું અર્થ છે તે ખબર નહીં હોય.
ભારતીય રેલ્વે મારફતે દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે. ભારતમાં લોકલ ટ્રેનોથી લઈને એક્સપ્રેસ ટ્રેન સુધીની ટ્રેન ચાલે છે. આગામી સમયમાં ભારતમાં બુલેટ ટ્રેન દોડતી જોવા મળશે. રેલ્વે ટ્રેન ચલાવવા માટે કેટલાક ઇન્ડેક્સ સિગ્નલનો ઉપયોગ કરે છે. જેના દ્વારા મુસાફરો અને અધિકારીઓ કયો કોચ કોનો છે તે ઓળખી શકે છે.
ઉદાહરણ તરીકે, ટ્રેનના કેટલાક કોચ પર સફેદ અને પીળી લાઈન જોઇ હશે. ભારતીય રેલ્વેના છેલ્લા કોચ ઉપર સફેદ પટ્ટી લગાવવામાં આવે છે. તે યાત્રીઓ માટે બનાવવામાં આવે છે. ટ્રેનના કોચની સમાનતાને કારણે અનરિઝર્વ્ડ કોચમાં મુસાફરી કરતા મુસાફરો ઘણીવાર રિઝર્વ્ડ કોચમાં ચડી જાય છે. કારણકે ટ્રેનના તમામ કોચનો રંગ સમાન હોય છે. માટે રેલ્વેએ બીજા વર્ગના અનરિઝર્વ્ડ કોચની છેલ્લી બારી પર સફેદ પટ્ટી દોરવાનો ઉપાય શોધી કાઢ્યો હતો. આ રંગો દ્વારા પ્લેટફોર્મ પર હાજર મુસાફરો અને રેલવે કર્મચારીઓ તે કોચને ઓળખી શકે છે.
કોચ પર પીળી પટ્ટી
ભારતીય રેલ્વે કેટલાક કોચ પર પીળી પટ્ટીઓ દોરે છે. તે કોચ બીમાર અને અપંગ લોકો માટે આરક્ષિત છે. કોઈપણ તબીબી કેસમાં, ડૉક્ટરોને ખબર પડે છે કે બીમાર વ્યક્તિ કયા કોચમાં મુસાફરી કરી રહી છે. કેટલાક કોચ પર લીલી પટ્ટીઓનો પણ ઉપયોગ થાય છે. મતલબ કે તે કોચ માત્ર મહિલાઓ માટે જ આરક્ષિત છે. જોકે મુંબઈમાં આવા કોચ વધુ પ્રમાણમાં જોવા મળે છે. પશ્ચિમ રેલવે દ્વારા કેટલાક ટ્રેનના કોચ પર લાલ પટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રયોગ EMU અને MEMU ટ્રેનમાં કરવામાં આવે છે. તે સૂચવે છે કે સંબંધિત કોચ પ્રથમ વર્ગનો ડબ્બો છે. મુસાફરો તેમના કોચને સરળતાથી ઓળખી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech