24 ડિસેમ્બર, 2024 (સોમવારે) પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં એક મોટો હવાઈ હુમલો કર્યો હતો. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ હુમલાનું નિશાન તાલિબાન વિદ્રોહીઓ માટે બનાવવામાં આવેલ તાલીમ કેન્દ્ર હતું. તાલિબાન અનુસાર, પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં લગભગ 46 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા.
આ હુમલા બાદ તાલિબાને પાકિસ્તાન પાસેથી બદલો લેવાની વાત કરી અને તેના ચાર દિવસ બાદ જ પાકિસ્તાની સરહદ પર વળતો હુમલો કર્યો. તાલિબાને દાવો કર્યો છે કે આ હુમલામાં 19 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે, જ્યારે 3 અફઘાન નાગરિકોએ પણ જીવ ગુમાવ્યો છે.
તાલિબાનની રચના કેવી રીતે થઈ અને શા માટે પાકિસ્તાન સાથે દુશ્મની?
તાલિબાનની રચના 1994માં અફઘાનિસ્તાનના કંદહારમાં થઈ હતી. તેને સંગઠિત અને મજબૂત કરવામાં પાકિસ્તાને મહત્વની ભૂમિકા ભજવી હતી. તાલિબાનને તેની શરૂઆતથી જ પાકિસ્તાન તરફથી નોંધપાત્ર સમર્થન મળવાનું શરૂ થયું હતું. આઇએસઆઇએ દાયકાઓ સુધી આર્થિક અને સૈન્ય સમર્થન આપીને તાલિબાનને જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
1996 માં, પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને UAE એ તાલિબાનની ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાનને કાયદેસર સરકાર તરીકે માન્યતા આપી હતી. હવે સવાલ એ છે કે જે પાકિસ્તાન હંમેશા તાલિબાન સાથે હતું તે આજે તેનું દુશ્મન કેમ છે. અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળ્યા પછી તે પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં કેમ હુમલો કરી રહ્યું છે?
લાલ મસ્જિદ ઓપરેશન બાદ પાકિસ્તાન અને તાલિબાન વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી
તાલિબાનના વિરોધ બાદ પાકિસ્તાન વારંવાર તાલિબાનની સ્થાપનામાં તેની ભૂમિકાને નકારી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે યુદ્ધની વાસ્તવિક શરૂઆત 2007માં પાકિસ્તાનમાં લાલ મસ્જિદ ઓપરેશનથી થઈ હતી. ઈસ્લામાબાદની લાલ મસ્જિદ કટ્ટરપંથી ઈસ્લામિક પ્રવૃત્તિઓના કેન્દ્રમાં હતી. અહીંથી જ આતંકવાદી સંગઠનોને સમર્થન મળ્યું હતું.
2007માં લાલ મસ્જિદના વિદ્યાર્થીઓએ ઈસ્લામાબાદમાં એક મસાજ સેન્ટર પર હુમલો કરીને 9 લોકોનું અપહરણ કર્યું હતું. એ પછી 3 જુલાઈ, 2007 ના રોજ પાકિસ્તાની સેનાએ ઓપરેશન સાયલન્સ શરૂ કર્યું. આ ઓપરેશનમાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા. પછી પાકિસ્તાનમાં તહરીક-એ-પાકિસ્તાન (TTP)નો જન્મ થયો અને પાકિસ્તાનમાં શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલાઓ થયા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech