જમ્મુ–કાશ્મીરના લગભગ ૧૦૭ મેડિકલ સ્ટુડન્ટસે પાકિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ કર્યા બાદ હવે ડિગ્રી મેળવામાં મુશ્કેલી પડી રહી છે. બન્ને દેશો વચ્ચેના બગડેલા સંબંધોના લીધે વિધાર્થીઓની કારકિર્દી પર પ્રશ્નાર્થ સર્જાયો છે અને વિધાર્થીનીઓને પ્રમાણપત્ર મળી રહ્યા નથી. પાકિસ્તાન સાથે ભારતના ખરાબ સંબંધને લઈને વિઝાનું કોકડું ગૂંચવાયું હોવાની માહિતી સામે આવી છે. ભારતમાં ઓછી સરકારી મેડિકલ સીટ અને મોંઘા પ્રાઈવેટ મેડિકલ એયુકેશનના કારણે વિધાર્થીઓને અભ્યાસ કરવો ખૂબ કઠિન બને છે. પરિણામેં વિધાર્થીઓ અભ્યાસ માટે બાંગ્લાદેશ અને યુક્રેન સહિત ઘણા દેશોની પસંદગી કરતા હોય છે. પંરતુ વિદેશમાં ઘણી વખત વિધાર્થીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવતી હોય છે. જમ્મુ–કાશ્મીરના લગભગ ૧૦૭ મેડિકલ સ્ટુડન્ટસ સાથે પણ આવુ જ થયું. આ વિધાર્થીનીઓએ મેડિકલ અભ્યાસ માટે પાકિસ્તાનની પસંદગી કરી હતી. જેને હવે પસ્તાવો થઈ રહ્યો છે.
મેડિકલ ગ્રેયુએટ પરીક્ષામાં બેસી શકતા નથી
પાકિસ્તાનથી મેડિકલનો અભ્યાસ પૂરો કરવા છતાં આ વિધાર્થીનીઓને પ્રમાણપત્ર મળી રહ્યા નથી. જેનું મુખ્ય કારણ છે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો. સુરક્ષા મંજૂરીના અભાવે લોકોને પાકિસ્તાન જવા માટે વિઝા નથી મળી રહ્યા. જમ્મુ–કાશ્મીરના ૧૦૭ મેડિકલ કોલેજના વિધાર્થીનીઓ હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેના ખરાબ સંબંધોને કારણે આ પાડોશી દેશમાં જઈ શકતી નથી. જેથી ડિગ્રી અટકી પડી છે. સાથે જ મેડિકલ સર્ટિફિકેટના અભાવે આ વિધાર્થીનીઓ મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની ફોરેન મેડિકલ ગ્રેયુએટ પરીક્ષામાં બેસી શકતા નથી.
ભારતની સરખામણીમાં ગર્લ સ્ટુડન્ટસ માટે સસ્તું છે
નેશનલ કોન્ફરન્સના સાંસદ હસનૈન મસૂદીએ જણાવ્યું કે અમે ગૃહ મંત્રાલયના રાય મંત્રી નિત્યાનદં રાય સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે. હજુ પણ સરકાર પાસે ન્યાયની માંગ કરીશ કે તમામ કાશ્મીરી મેડિકલ વિધાર્થીઓને પાકિસ્તાન જવાની પરવાનગી આપવામાં આવે જેથી તેઓ ત્યાંથી તેમના મેડિકલ સર્ટિફિકેટ લાવી શકે.નોંધનિય છે કે પાકિસ્તાની કોલેજોમાં મેડિકલ અભ્યાસનો ખર્ચ લગભગ ૧૦ થી ૧૫ લાખ પિયા છે. ભારતની સરખામણીમાં ગર્લ સ્ટુડન્ટસ માટે તે સસ્તું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech