ગુજરાતમાં વાયડક્ટ પર પાટાનું વેલ્ડિંગ શરૂ થવાની સાથે જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ગુજરાતમાં ટ્રેક નિર્માણનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ પ્રોજેક્ટ માટેના પાટાઓ જાપાનથી ખરીદવામાં આવ્યા છે. જેની લંબાઈ 25 મીટર છે. આ પાટાને અત્યાધુનિક ફ્યૂઝન વેલ્ડિંગ (એફબીડબલ્યૂ) મશીનો દ્વારા MAHSR (એમએએચએસઆર) વાયડક્ટ પર એકસાથે વેલ્ડિંગ કરવામાં આવે છે. જેથી 200 મીટર લાંબા પાટાની પેનલ્સ બનાવી શકાય. અત્યાર સુધીમાં આવા 298 પાટાની પેનલ્સ એટલે કે લગભગ 60 કિમી પાટા વેલ્ડિંગ કરવામાં આવ્યા છે.
પાટા વેલ્ડિંગ કરતા પહેલાં પાટાના છેડાને ગ્રાઇન્ડ કરવામાં આવે છે અને સપાટી તૈયાર કરવામાં આવે છે. જે પાટાના નિર્ણાયક જોડાણ માટે એક મજબૂત સપાટીની ખાતરી આપે છે. વેલ્ડિંગ માટેની જરૂરિયાતોને પહોંચી વળવા માટે દરેક પાટાને ચકાસવામાં આવે છે. એક વખત પાટા સંપૂર્ણપણે ગોઠવાઈ જાય પછી તે ફ્લેશ બટ વેલ્ડિંગ તકનિકનો ઉપયોગ કરીને એકબીજા સાથે જોડવામાં આવે છે. ખામીની તપાસ માટે ચુંબકીય કણો અને અલ્ટ્રાસોનિક પરિક્ષણનો ઉપયોગ કરીને વેલ્ડિંગનું નિરીક્ષણ કરવામાં આવે છે અને જો વેલ્ડિંગમાં કોઈ ખામી જોવા મળે તો તેને નવા વેલ્ડિંગ દ્વારા બદલવામાં આવે છે.
લાઈનદોરીની તપાસ વિશેષ રેલ ટ્રેડ માપન ઉપકરણો (જાપાનથી ખરીદવામાં આવેલા) દ્વારા કરવામાં આવે છે. કઠોર પ્રક્રિયામાંથી પસાર થયા બાદ 200 મીટર લાંબા પાટાના પેનલ્સને પ્રમાણભૂત માપન સાથે કામચલાઉ ટ્રેક પાથરવા માટે ખાસ રેલ ફીડર કાર દ્વારા સ્પ્રેડર બનાવવામાં આવે છે. જેથી સ્લેબ લેઇંગ કાર, સીએએમ ઇન્જેક્શન કાર વગેરે જેવી અત્યાધુનિક હાઈ એન્ડ મશીનરીની અવરજવર સરળ બની શકે. પાછળથી આ પાટાને અંતિમ ટ્રેક માટે રેલવે ફાસ્ટનર્સ દ્વારા ટ્રેક સ્લેબ પર ગોઠવવામાં આવે છે.
બે ટ્રેકના બાંધકામના ચાર બેઝ કાર્યરત
સમર્પિત ટ્રેક કન્સ્ટ્રક્શન બેઝ (TCB)નું આયોજન કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ ટ્રેક નિર્માણની સુવિધા માટે થઈ રહ્યું છે. જેમાં રેલવે, ટ્રેક સ્લેબ, મશીનરી અને સાધનસામગ્રીનું જમીન પર અને વાયડક્ટ પર સંચાલન સામેલ છે. તેઓ ટ્રેકના નિર્માણ માટે કામ કરતા ઇજનરો અને અન્ય માનવ શક્તિ માટે આધાર તરીકે પણ કામ કરે છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના સુરત અને બીલીમોરા વચ્ચે બે અને વડોદરા અને આણંદ વચ્ચે બે ટ્રેકના બાંધકામના ચાર બેઝ હાલ કાર્યરત કરવામાં આવ્યા છે.
ટ્રેક બાંધકામ મશીનરીના 4 સેટની વ્યવસ્થા કરાઈ
ટ્રેક સ્થાપનની સમગ્ર પ્રક્રિયા યાંત્રિક રીતે અદ્યતન મશીનરી સાથે ખાસ કરીને ભારતમાં જાપાનીઝ સ્પષ્ટીકરણ અનુસાર ડિઝાઈન અને ઉત્પાદિત કરવામાં આવે છે અથવા જાપાન પાસેથી સીધી ખરીદવામાં આવે છે. આ પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં ટ્રેક બાંધકામ મશીનરીના ચાર સેટની વ્યવસ્થા કરવામાં આવી છે. મશીનોના કાફલામાં રેલ ફીડર કાર, ટ્રેક સ્લેબ પાથરવાની કાર, સંબંધિત વેગન અને મોટર કાર, સીએએમ પાથરવાની કાર અને ફ્લેશ બટ વેલ્ડિંગ મશીનનો સમાવેશ થાય છે.
અત્યાર સુધીમાં 23,000થી વધુ સ્લેબ કાસ્ટ કરાયા
ગુજરાતમાં આણંદ, વડોદરા, સુરત અને નવસારી જિલ્લામાં અનેક સ્થળોએ આરસી ટ્રેક પથારીનું બાંધકામ શરૂ થયું છે અને આશરે 64 ટ્રેક કિમી આરસી ટ્રેકનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. સુરતના કીમ અને આણંદમાં સ્થાપિત સમર્પિત ટ્રેક સ્લેબ ઉત્પાદન સુવિધાઓમાં ટ્રેક સ્લેબને અલગથી કાસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ ફેક્ટરીઓ ટ્રેક નિર્માણ માટે ચોક્કસ સ્લેબ તૈયાર કરવા માટે સૌથી અત્યાધુનિક તકનિક અને માળખાગત સુવિધાઓથી સજજ છે. અત્યાર સુધીમાં 23,000થી વધુ સ્લેબ કાસ્ટ કરવામાં આવ્યા છે, 118 ટ્રેક કિમીની સમકક્ષ છે.
તાલીમ અને પ્રમાણપત્ર અભ્યાસક્રમોનું આયોજન કરાયું
શિંકનસેન ટ્રેક નિર્માણ કાર્યોની કાર્યપદ્ધતિને સમજવા માટે ઇજનેરો, કાર્ય અગ્રણીઓ અને તકનિકવિદ્ માટે વિવિધ પ્રવૃત્તિઓ પર વિસ્તૃત તાલીમ અને પ્રમાણપત્ર (ટીએન્ડસી) અભ્યાસક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આશરે 1,000 ઇજનેરો સંબંધિત ક્ષેત્રોમાં જાપાની નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ ટ્રેક સ્થાપન અને જાળવણી માટે વિશ્વ કક્ષાની કુશળતા મેળવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech