હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'ફાઇટર 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે અત્યાર સુધીમાં વર્લ્ડ વાઈડ 200 કરોડની કમાણી કરી છે.આ ફિલ્મ લોકોને ઘણી પસંદ આવી રહી છે. આ સાથે જ ફિલ્મને કમાણીમાં પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. જ્યાં ત્રીજા દિવસે હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'ફાઇટર'ની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો હતો, ત્યાં ચોથા દિવસે ફરી એકવાર કમાણીમાં વધારો થયો છે.
આ ફિલ્મે ચાર દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
ફિલ્મ ફાઇટરે એ પહેલા દિવસે 24.60 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મની શરૂઆત સારી રહી હતી અને બીજા દિવસે એટલે કે ગણતંત્ર દિવસ પર, ફિલ્મે 41.20 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્રીજા દિવસે ફિલ્મે કુલ 27.60 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ફિલ્મે તેના ત્રણ દિવસમાં કુલ 90 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ચોથા દિવસે કલેક્શનની વાત કરીએ તો રિપોર્ટ અનુસાર, ફાઈટરએ રવિવારે 30.20 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
આ હિસાબે ફિલ્મે ચાર દિવસમાં સ્થાનિક સ્તરે કુલ 123.60 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. તે જ સમયે, ફિલ્મ વિદેશમાં પણ સારું પ્રદર્શન કરી રહી છે. ફાઈટરની વર્લ્ડ વાઈડ કમાણીની વાત કરીએ તો તેના દિવસમાં 200 કરોડની કમાણી કરી છે.
સિદ્ધાર્થ આનંદે ફિલ્મ 'ફાઈટર'નું નિર્દેશન કર્યું છે. આ પહેલા સિદ્ધાર્થ આનંદે ઋતિક સાથે 'બેંગ બેંગ' અને 'વોર' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં ઋતિક રોશને સ્ક્વોડ્રન લીડર શમશેર પઠાનિયા ઉર્ફે પેટીનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મ 'ફાઇટર'માં ઋતિક રોશન અને દીપિકા પાદુકોણ ઉપરાંત કરણ સિંહ ગ્રોવર, અનિલ કપૂર, અક્ષય ઓબેરોય અને સંજીદા શેખ તથા અન્ય સ્ટાર્સે મુખ્ય ભૂમિકા ભજવી છે. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ 'ફાઇટર' 250 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PM10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech