હવામાન: ફેબ્રુઆરીમાં તાપમાન વધશે, ગરમીની અસર થશે શરૂ

  • February 01, 2024 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તર ભારતના ભાગોમાં મહત્તમ તાપમાન ફેબ્રુઆરીના મધ્યમાં સામાન્ય કરતા વધારે હોવાની હવામાન વિભાગની ધારણા છે. આ માહિતી હવામાન વિભાગ દ્રારા આપવામાં આવી છે. ગયા વર્ષે, દિલ્હીમાં છેલ્લા ૫૫ વર્ષનું સૌથી વધુ તાપમાન ફેબ્રુઆરીમાં જ નોંધાયું હતું. હવામાન વિભાગે ફેબ્રુઆરી માટે બહાર પાડવામાં આવેલી આગાહીમાં જણાવ્યું છે કે મધ્ય ભારતના કેટલાક ભાગોમાં ઠંડા પવનોના દિવસો ઓછા થવાની અપેક્ષા છે. ઉત્તર–પશ્ચિમી રાયોમાં જાન્યુઆરી દરમિયાન વરસાદ ૩.૧ મીમી થયો હતો, જે ૧૯૦૧ એટલે કે એક સદી કરતા પણ વધુ સમય બાદ થયો છે.
હવામાન વિભાગના ડિરેકટર જનરલ, મિરિતુંજય મહાપત્રાએ જણાવ્યું હતું કે ઉત્તર ભારતમાં અને જાન્યુઆરીમાં સામાન્ય કરતા વધુ શુષ્ક હવામાન થયા પછી, ફેબ્રુઆરીમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તર પશ્ચિમથી આવતા પવન બદલાયા છે આને કારણે સવારે અને સાંજે ધુમ્મસ રહી શકે છે. પવનનું વલણ બદલવાથી તાપમાન વધશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application