તો અમેરિકાના 15 લાખથી વધુ ઘરોમાં અંધારપટ કરી દઈશું: કેનેડાની ધમકી

  • March 06, 2025 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓએ હવે સમગ્ર વિશ્વમાં વેપાર યુદ્ધનો ભય વધારી દીધો છે. હવે અમેરિકાના પોતાના પડોશી દેશો પણ તેની સામે ઉભા થયા છે. હકીકતમાં, અમેરિકાએ કહ્યું કે તે કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લાદશે. અમેરિકાએ આ વાત કહેતાની સાથે જ બંને દેશોમાંથી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ તીવ્ર પ્રતિક્રિયા આવી છે અને એક વ્યક્તિએ તો એવું પણ કહ્યું કે અમે અમેરિકામાં 15 લાખ ઘરોનો વીજળી પુરવઠો કાપી નાખીશું અને આટલા ઘરોમાં અંધારપટ છવાઈ જશે.

કેનેડાના ઓન્ટારિયો પ્રાંતના પ્રીમિયર ડગ ફોર્ટે કહ્યું કે જો અમેરિકા કેનેડાના અર્થતંત્ર સાથે આવું કરશે, તો અમે ત્યાં વીજળી કાપી નાખીશું. હકીકતમાં, અમેરિકાના ત્રણ રાજ્યો મિનેસોટા, મિશિગન અને ન્યુ યોર્કમાં લગભગ 15 લાખ ઘરોને કેનેડિયન પ્રાંત ઓન્ટારિયોમાંથી વીજળી મળે છે. આવી સ્થિતિમાં, જો કેનેડા, ટ્રમ્પની ટેરિફ નીતિઓના જવાબમાં, આ ઘરોને વીજળી સપ્લાય કરવાનું બંધ કરે છે, તો અમેરિકાના આ રાજ્યો અંધકારમાં ડૂબી જશે.


કેનેડાના લોકો દુખી થાય તો અમેરિકનો શેના બાકાત રહે?

ડગ ફોર્ટે પોતાના નિવેદનમાં કહ્યું કે આપણે અમેરિકાનો ઉર્જા પુરવઠો રોકી શકીએ છીએ. કેનેડા તેના આર્થિક નુકસાનને રોકવા માટે દરેક વિકલ્પ પર વિચાર કરશે. ડગે કહ્યું કે ટ્રમ્પના નિર્ણયથી કેનેડિયન લોકોને નુકસાન થશે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેની અસર અમેરિકા પર નહીં પડે. તેમણે કહ્યું કે આની અસર અમેરિકન લોકો પર પણ પડશે અને તે દુર્ભાગ્યપૂર્ણ હશે.ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ પર, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે તેઓ અમેરિકન ઉત્પાદનો પર વધારાનો 25 ટકા સરચાર્જ પણ લાદી રહ્યા છે. કેનેડાની આ જાહેરાતથી આશરે 30 અબજ કેનેડિયન ડોલરની અમેરિકન આયાતને અસર થશે.



ભારત સહિત અન્ય દેશો પર પારસ્પરિક ટેરિફ લાગુ

યુએસ સંસદને સંબોધતા, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ 2 એપ્રિલથી પારસ્પરિક ટેરિફ લાગુ કરી રહ્યા છે. ભારતનું નામ લેતા તેમણે કહ્યું કે ભારત અમેરિકન માલ પર 100 ટકાથી વધુ ટેરિફ લાદે છે અને અમે 2 એપ્રિલથી તે જ કરીશું.જેથી એમ ન લાગે કે હું એપ્રિલ ફૂલ બનાવું છુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application