એક સપ્તાહથી ભાટીયામાં પાણીની તંગીથી સ્થાનિક લોકોમાં રોષ

  • June 23, 2023 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોમાસાના પ્રારંભે જ મુશ્કેલી થતાં ગ્રામજનો પરેશાન

કલ્યાણપુર તાલુકાનુ ભાટીયા ગામ ચોમાસાના આરંભે પણ પાણી માટે વલખા મારી રહયુ છે.સરેરાશ છેલ્લા બે વર્ષથી ભાટીયા ગામને ૧૫થી ૨૦ દિવસે પાણી સપ્લાઈ થઈ રહી છે.આ મુદે અનેક ફરીયાદો છતા તંત્ર હજુય નિભંરતા દાખવી રહ્યુ હોવાનો આક્રોશ સ્થાનિકો વ્યકત કરી રહયા છે. ભાટીયાના જુના ગામ, તળાવ વિસ્તાર,શંકર ટેકરી,ખડકી નાકા,કિષ્ન નગર વગેરે અલગ અલગ વિસ્તારોના લોકોને પાણી માટે ભરચોમાશે ફાફા મારવાનો વારો આવ્યો છે.
ભાટીયાની પાણી વ્યવસ્થા સુધારવા તંત્ર કથિત બેદરકારી દાખવી રહયુ હોવાનો લોકરોષ જોવા મળે છે.આ બાબતે જયારે પણ અરજી કરવામા આવે ત્યારે તંત્ર સંપ નથી ના ગાણા ગાઈ હાથ ઉચ્ચા કરી દે છે. કેટલીક વખત તો રપ દિવસ બાદ પાણી મળે છે.જેના કારણે ના છુટકે લોકો હવે પ્રાઈવેટ પાણી વેચતા વાહનોનો સહારો લેવા મજબુર બન્યા છે.પાણી વિભાગ અને ભાટીયા ગ્રામપંચાયત એકબીજા પર દોષારોપણ કરતા છેલ્લા બે વર્ષથી લોકોને જરૂરીયાત પુરતુ પાણી પુરૂ પાડતુ નથી.જેને લઈને લોકોમા ખુબજ આક્રોશ જોવા મળી રહયો છે.
પીવાના પાણીની સમસ્યા ભાટીયામા એટલી હદે છેકે,સામાન્ય પાણીના રીક્ષાાના ભાવો પણ ૧૫૦થી ૨૫૦એરીયા પ્રમાણે અલગ અલગ છે.એટલુ જ નહી અહીના તળોમા ક્ષાારયુકત પાણી હોવાથી અમુક બિમારીઓની પણ શકયતા જાણકારો દર્શાવી રહયા છે.અહીના તળોનુ નીયમીત પાણી પીનારમા વીટામીન ડી ની ખામી, પથરી વગેરે જેવા રોગોનુ સંભવિત જોખમ રહે છે.ભાટીયાનો હાલ વપરાશ દૈનીક અંદાજે ૧ લાખ લીટર જેટલો છે જેની સમે ૨૫ હજાર પણ રોજીદીં સપ્લાઈ થઈ શકતી નથી.હાલ વારંવાર વિજ સમસ્યાને લીધે ડીલે થઈ રહયુ છે એવુ તંત્રનુ કહેવુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application