મોરબીના પોશ વિસ્તારમાં પાણીની સમસ્યા, રસ્તા રોકો આંદોલનની ચીમકી

  • March 20, 2024 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી શહેરમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો કકળાટ શરુ થઇ ગયો છે અને આજે શહેરના પોશ ગણાતા રવાપર રોડ વિસ્તારની ૧૩ જેટલી સોસાયટીના રહીશોએ કલેકટર કચેરીએ મોરચો માંડ્યો હતો જેમાં પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓનો ઉકેલ બે દિવસમાંના આવે તો ધરણા, રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
​​​​​​​
મોરબીના રવાપર કેનાલ રોડ પર આવેલ દર્પણ ૨ સોસાયટી, સંગમ રેસીડેન્સી, એકતા એવન્યુ, વ્હાઈટ હાઉસ, સત્યમ એપાર્ટમેન્ટ, શિવમ એપાર્ટમેન્ટ, સુંદરમ એપાર્ટમેન્ટ, ઓપેરા હાઉસ, એકતા હિલ અને પટેલ પેલેસના રહીશોએ કલેકટર કચેરીએ મોરચો માંડ્યો હતો અને કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું હતું કે દર્પણ ૨ સોસાયટીમાં ઘણા સમયથી પીવાના પાણી, સફાઈ અને સ્ટ્રીટ લાઈટના પ્રશ્ને રજૂઆત કરવા છતાં કોઈ જવાબ મળ્યો નથી એક તરફ સરકાર નલ સે જલ યોજનાની વાતો કરે છે પરંતુ સોસાયટીમાં પીવાના પાણીનો પ્રશ્ન હલ કર્યો નથી.
રહીશો પાસેથી જે ટેક્ષ ઉઘરાવવામાં આવે છે તેમાં પાણી વેરો અને સફાઈ વેરો પણ લેવાય છે પરંતુ પીવાનું પાણી આપવામાં આવતું નથી સફાઈ પણ કરાતી નથી ટેક્ષ ભરવા છતાં રહીશોને સુવિધા મળતી નથી જેથી સોસાયટીના રહીશોને પીવાના પાણી, સફાઈ અને સ્ટ્રીટ લાઈટનો પ્રશ્ન ૨ દિવસમાં ઉકેલ લાવવા માંગ કરી છે અન્યથા નાછૂટકે કલેકટર કચેરીએ ધરણા, ગાંધી ચિંધ્યા માર્ગે આક્રમક પગલા લેવાની અને રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે તેમ પણ અંતમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application