ખાંભાના મોભનેશ ડેમમાંથી ધાતરવડી નદીમાં પાણી છોડવામાં આવતા ઙ્કાણીઙ્ગા તળ ઉંચા આવ્યા

  • March 11, 2024 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખાંભાના મોભ નેસ ડેમનાં હેઠવાસના ખેડૂતોની માંગણીથી ધાતરવડી નદીમાં પાણી છોડાતા ધાતરવડી નદીના કાંઠે આવેલ વાડીઓ અને હેઠવાસના ગામોના ખેડૂતોને કુવા અને બોરમાં પાણી જતા રહ્યા બાદ સિંચાઈ વિભાગને થોડી રકમ ભરી અને મોભનેસ ડેમમાંથી પાણી છોડવામાં આવતા આસપાસના ૫૦થી વધારે ખેડૂતોના વાડીના કુવા બોરમાં પાણીના તળ ઉચા આવ્યા હતા.
ખાંભાની ધાતરવડી નદી ઉપર મોભનેસ નેસ પાસે આવેલા મોભનેસ ડેમ નીચે આવતા ધાતરવડી નદીના કાંઠાના ખેડૂતોની ૫૦ હેક્ટર જમીન માં ઉનાળાના પ્રારંભે જ કુવા-બોરમાં પાણી ઘટી જતા ખેડૂતોનો ઉભો મોલ તથા ઉનાળુ વાવેતરને નુકસાન થવાના ભયના કારણે નદી કાંઠાના ૫૦ હેક્ટર જમીનના ખેડૂત ખાતેદારોએ નાની સિંચાઈ વિભાગમાં અમુક ટકા રકમ ભરી હતી ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા મોભનેસ ડેમો માંથી ધાતરવડી નદીમાં ૩ એમઙ્કીએફટી પાણી છોડવામાં આવતા ઉનાળે નદીમાં પૂરની જેમ પાણી આવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી જવા સાથે નદીની નીચે આવતા ખાંભા તેમજ ગીણીયા બગોયા દાઢીયાળીના ખેડૂતોને પણ પાણીનો લાભ મળતા ખેડૂતોમાં હર્ષ ફેલાવવા પામેલ છે ત્યારે મોભનીશ ડેમમાં આગામી દિવસોમાં રિનોવેશનનું કામ હાથ ધરવાનું હોય તેમને લય મોભનેસ ડેમ અમુક ક્ષમતા સુધી ખાલી કરવામાં આવવાનો હોય તેમ જ મોભનેસ ડેમ નીચેના ખેડૂતોએ સિંચાઈ માટે અમુક રકમ ભરવાને કારણે મોભને જ ડેમોમાંથી ૩ પાણી છોડવામાં આવ્યું હોવાનું સિંચાઈ વિભાગના અધિકારી ડોડીયાએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application