ગઈકાલે મંગળવારે ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ છલકાયો હતો.તેમાં હજી પાણીની આવક શરૂ છે. હાલ ડેમના પાંચ દરવાજા એક ફૂટે ખુલ્લા છે. ડેમમાં હાલ ૪૫૦ ક્યુસેક પાણીની આવક શરૂ છે.છેલ્લા ૧૮ કલાકથી જિલ્લામાં વરસાદે વિરામ લેતા લોકોને રાહત મળી છે.
ભાવનગર જિલ્લામાં વરસેલા ભારે વરસાદને કારણે જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ તા. ૧૭-૬-૨૦૨૫ના રોજ બપોરે ૨ વાગ્યાની સુમારે છલકાયો હતો.આથી ડેમના તમામ ૫૯ દરવાજા ખોલવામાં આવ્યા હતા.આથી જિલ્લા કલેકટર ડો. મનીષ કુમાર બંસલ દ્વારા અસરગ્રસ્ત ગામોમાં પાલિતાણા તાલુકાના ૫ અને તળાજાના ૧૨ ગામોના તમામ લોકોને સાવચેતી રાખવા માટે તાકીદ કરવામાં આવી હતી. કાલે મંગળવારે રાત્રે પાણીની આવક ઓછી થતાં કેટલાક દરવાજા બંધ કરવામાં આવ્યા હતા.આજે બુધવારે બપોરે પાણીની આવક સાવ ઘટીને ૪૫૦ ક્યુસેક થતાં ડેમના ફક્ત પાંચ દરવાજા એક ફૂટે ખુલ્લા રાખવામાં આવ્યા છે.આજે બુધવારે બપોરે ૧૨ કલાકે ડેમમાં ૪૫૦ ક્યુસેક પાણીની આવક જાવક શરૂ હતી.
ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં બેથી બાર ઈંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો.આથી અનેક ગામોમાં બે ફૂટ થી દસ -બાર ફૂટ પાણી ભરાયાં હતાં.અનેક લોકોને તંત્ર અને ગ્રામજનો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.પણ ગઈકાલે મંગળવારે સાંજે ૬ વાગ્યાથી આજે બુધવારે ૧૨ વાગ્યા સુધી એટલે કે ૧૮ કલાકથી વરસાદે વિરામ લેતા લોકોને રાહત મળી હતી.
વર્ષ ૨૦૧૫માં એક જ દિવસના વરસાદમાં શેત્રુંજી ડેમ છલકાયો હતો
ચાલુ વર્ષે ૨૦૨૫માં એક દિવસના વરસાદમાં શેત્રુંજી ડેમ છલકાયો છે.ત્યારે અત્રે એ યાદ કરવુ નોંધનીય છે કે વર્ષ ૨૦૨૪માં ૨૪ જૂનના રોજ ભાવનગર જિલ્લામાં ૧૧ ઈંચ સુધી વરસાદ પડ્યો હતો.જેમાં ભાવનગર શહેરમાં સાડા દસ ઈંચ અને પાલીતાણામાં ૧૧ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.આથી ૨૫ જૂને સવારે શેત્રુંજી ડેમ છલકાયો હતો.આમ, એક દિવસના વરસાદમાં જ શેત્રુંજી ડેમ છલકાયો હતો.તળાજામાં પણ સારો વરસાદ પડતાં શેત્રુંજી નદીમાં પૂર આવતા સિંહ,ઘેટાં, બકરા, ગાયો,ભેંસો સહિત સેક્ધડો પ્રાણીઓ તણાઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા.
શહેરનું મહત્તમ તાપમાન ગગડીને ૨૯.૨ ડિગ્રી
વરસાદી વાતાવરણથી ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૨.૫ ડિગ્રી ઘટીને ૨૯.૨ ડિગ્રી નોંધાયુ હતુ.જ્યારે લઘુતમ તાપમાન ૧.૨ ડિગ્રી વધીને ૨૬.૪ ડિગ્રી રહ્યું હતુ.આજે બુધવારે સવારે ભેજ ૮૯ ટકા નોંધાયો હતો.જ્યારે પવનની ઝડપ આજે સવારે ૧૨ કિ.મી. રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech