આજે અડધા જામનગરના અનેક વિસ્તારોમા પાણી વિતરણ બંધ

  • June 21, 2023 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે પણ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી નહીં આવતા ગૃહિણીઓમાં દેકારો

જામનગર મહાનગરપાલિકા ને નર્મદા યોજના મારફત પાણી પૂરું પાડવા મા આવે  છે.જેમાં વિક્ષેપ ઉભો થતા શહેર મા પણ પાણી વિતરણ ખોરવાયું છે અને અનેક વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે અને આજે પણ અડધુ જામનગર તરસ્યુ રહેશે.
ગઈકાલ તા.૧૯/૦૬/૨૦૨૩ના રોજ બપોર પછી થી નર્મદા પોજના (એન.સી.૦૮)માં ફોલ્ટ ઉભો થવાને કારણે જામનગર મહાનગરપાલિકા ને મળતો પાણીનો જથ્થો બંધ થવાને કારણે શહેરના જુદાજુદા ઈ.એસ.આર.થી પાણી વિતરણ થઈ શકે તેમ નથી.
આજરોજ તા.૨૧ના રોજ ગુલાબનગર ઝોન એ  હેઠળ આવતા વિસ્તારો ગુલાબનગર મેઈન ઢળિયો, હુશેની ચોક, સંજરી ચોક, શ્યામ ટાઉનશીપ,સત્યસાઈ નગર, સીતારામ પાર્ક પ્રભાતનગર,મોહન નગર,રામવાડી, સરદારનગર, શ્રીનાથ પાર્ક, સિન્ડીકેટ સોસાયટી,વ્રજ વિહાર, રાજમોતી, વૃંદાવનધામ સોસાયટી, ટાઉનશીપ, પીપરીયાવાડી, મહાલક્ષ્મીપાર્ક, હરિદ્વારપાર્ક,દયાનંદ સોસાયટી, ગુરુવારી શેરી, તમામ ગુલાબનગરના વિસ્તારો રંગમતી પાર્ક,પ્રગતી પાર્ક,વિગેરે વિસ્તાર, નવાગામ ધેડ ઝોન એ હેઠળ આવતા વિસ્તારો ખડખડ, જાસોલિયા,ગાયત્રી ચોક,સિધેશ્વર,વિવેકાનંદ,દલિત વાસ,માડમ ફળી, ,ઈન્દિરા,મધુવન,કબીર નગર,આનંદ સોસા.,મિલન સોસાયટી ,લક્ષ્મી સોસાયટી, એપાર્ટમેન્ટ, વિનાયક પાર્ક,જશવત સો.,નાધેર વાસ,સરસ્વતી સોસાયટી.,માસ્તર સોસાયટી,વિમલ પાર્ક,કેશુભાઈની વાડી વગેરે વિસ્તારોમાં પાણી ન મળતા ગૃહિણીઓ હેરાન-પરેશાન થઇ ગઇ હતી.
આ ઉપરાંત પવન ચક્કી ઝોન-એ હર્ષદ મિલની ચાલી, ચૂનાનો ભઠો, નીલકંઠનગર, બાઈની વાડી, ક્રિષ્નાપાર્ક, રાવળવાસ, નાનકપૂરી, ગોદળીયાવાસ, વસંત વાટિકા, મહાવીરનગર, પટેલનગર, જળેશ્વરપાર્ક વિગરે વિસ્તારોમાં તેમજ જામનું દેરું અને પાબારી ઝોનહેઠળ આવતા  વિસ્તારમાં હાજીપીરની શેરી, નદીપા, હનુમાન મંદિર વારી શેરી, અંબાજીનો ચોક, પઠાણ ફળી, આવારા ચકલો, મચ્છી પીઠ, ફકીરવાડો,આશાપુરા મંદિર, પટનીવાડ, કુંભારવાડો,પકલીવાડ, ખાટકી વાડ,ભોયનો ઢળિયો, વાધેરવાડો, સુરીની ફળી, દેવલશા ફળી, કેડુફળી,ચંપા કુંજ, સવાભાઇની શેરો, વિગેરે વિસ્તારોમાં,  બેડી ઝોન હેઠળ આવતા વિસ્તારોમાં પાણી નહીં મળે.
ઉપરોક્ત વિગતે  પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવશે તથા બીજા દિવસે રૂટીન લગત ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે. જેની જાહેર જનતાએ નોધ લેવી.તેમ મહાનગર પાલિકા નાં વોટર વર્કસ વિભાગ નાં કાર્ય પાલક ઈજનેર નરેશ પટેલ અને નાયબ કાર્યપાલક ઇજનેર ચારણીયાની યાદીમા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application