હિમાચલ પ્રદેશમાં જળ પ્રલય: મનાલીમાં રમકડાંની જેમ ગાડીઓ તણાઈ

  • July 11, 2023 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મનાલી હિમાચલ પ્રદેશનું એક લોકપ્રિય હિલ સ્ટેશન છે, જે કુલ્લુ ખીણની ઉત્તરે આવેલું છે. પરંતુ આજે આ લોકપ્રિય સ્થળ વરસાદને કારણે મોટી સમસ્યાનો સામનો કરી રહ્યું છે. એટલું જ નહીં, પરંતુ કાશ્મીરથી કન્યાકુમારી સુધી હવામાન બગડ્યું છે. ભારતીય હવામાન વિભાગે દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશના મનાલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમામ મોટા વાહનો કાગળની હોડીની જેમ પાણીમાં વહી રહ્યાં છે.વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે ભારે વાહનો પળવારમાં પાણીમાં ગરકાવ થઈ જાય છે.


રાજધાની દિલ્હીમાં સવારથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે, હિમાચલમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે.જેના કારણે ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે જ બિયાસ નદીમાં પાણીનું સ્તર વધવાને કારણે એટીએમ બૂથ અને દુકાનો ધોવાઈ ગઈ છે. દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application