છેલ્લા એક મહિનાથી વેસ્ટ એનર્જી પ્લાન્ટ બંધ થતા કોર્પોરેશનને સાત હજાર ટન કચરો ગુલાબનગર ડમ્પીંગ પોઇન્ટમાં નાખ્યો: કંપની દ્વારા કોઇ લેખિત સુચના ન મળી, જામ્યુકોને આર્થિક નુકશાન: જવાબદારી કોની?
જામનગર શહેરમાં નવાગામ ગાંધીનગર વિસ્તારમાં ૨૦૨૧થી કચરાનું પ્રોસીેસીંગ કરવા માટે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો. લગભગ ા. ૧૨૦ કરોડનાં આ પ્લાન્ટ સામે જબર વિરોધ પણ થયો હતો અને હજુ પણ ચાલુ છે ત્યારે છેલ્લા એક મહિનાથી રીપેરીંગના બહાને વેસ્ટ ટુ એનર્જીના અધિકારીઓએ કોર્પોરેશનના અધિકારીઓને લેખિતના બદલે મૌખિક જાણ કરીને એકાએક શટર પાડી દીધા હતા. ૧૫ દિવસમાં આ પ્લાન્ટ રેગ્યુલર થઇ જશે તેવી મૌખિક વાત થઇ હતી પરંતુ કંપની તરફથી કોઇ જવાબ ન મળતા ગઇકાલે સાંજે કોર્પોરેશન દ્વારા કંપનીને લેખિત નોટીસ પાઠવી દેવામાં આવી છે. પરંતુ બીજી તરફ જામનગર શહેરમાંથી દરરોજ નીકળતો ૩૫૦ ટન જેટલો કચરો હવે ગુલાબનગરના પ્લાન્ટમાં નાખવો પડે છે કંપની બંધ થતા લગભગ સાત હજાર જેટલો કચરો અત્યાર સુધીમાં ગુલાબનગર ડમ્પીંગ પોઇન્ટમાં ઠાલવવો પડયો છે.
જયારે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ શ થયો ત્યારે ગાંધીનગર, મચ્છરનગર, નવાગામ ઘેડ સહિતના વિસ્તારમાંથી જબર વિરોધ જોવા મળ્યો હતો. પરંતુ આ વિરોધને અવગણીને પણ આ પ્લાન્ટ ચાલુ રહ્યો હતો. કંપની દ્વારા ા. ૧૨૦ કરોડનું રોકાણ આ પ્લાન્ટમાં કરાયુ હોવાનું બહાર આવ્યું છે. કંપનીના ખંધા અધિકરારીઓએ જયારે કોઇપણ મોટો પ્લાન્ટ કામચલાઉ રીપેરીંગના બહાને કે સાવ બંધ કરવો હોય તો કોર્પોરેશનને જાણ કરવી પડે પરંતુ આ કિસ્સામાં એવું થયુ નથી. અને માત્ર મૌખિક રીતે જામ્યુકોના અધિકારીઓને જાણ કરીને કહેવાયુ કે મેઇન્ટેનન્સ કરવાનું હોય પંદર વીસ દિવસમાં આ પ્લાન્ટ શ થઇ જશે.
પરંતુ એવી ચોંકાવનારી વિગતો પણ બહાર આવી છે કે આ કંપનીના અધિકારીઓ કોર્પોરેશનનાં અધિકારીઓને ગણકારતા નથી અને મનમાની કરે છે. શા માટે કંપની દ્વારા કોર્પોરેશનને લેખિત જાણ કરવામાં ન આવી અને એ પાછળ રહસ્ય શું ? અત્યારે તો દરરોજ ૩૫૦ જેટલો ટન કચરો કોર્પોરેશનને ગુલાબનગરના ડમ્પીંગ પોઇન્ટમાં નાખવો પડે છે. એને લીધે જામયુકોને મોટી આર્થિક નુકશાની થઇ રહી છે પરંતુ કોઇ કોઇને કહેતું નથી, અને કોર્પોરેશનનું કોઇ સાંભળતુ નથી. એવી વાત બહાર આવી છે.
વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ એકાએક બંધ થઇ ગયો તે પાછળ શું રહસ્ય છે ? રાજકીય આકાઓ પણ નરોવા કુંજરવા થઇ ગયા છે. એકાએક પ્લાન્ટ કોના ઇશારે બંધ કરી દેવામાં આવ્યો? કંપનીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોર્પોરેશનને શા માટે લેખિત જાણ ન કરી આ બધા પ્રશ્ર્નો સામે આવ્યા છે ત્યારે ગઇકાલે સાંજે સોલીડ વેસ્ટના મુખ્ય અધિકારી મુકેશ વરણવાએ આ કંપનીને નોટીસ પાઠવીને તાત્કાલિક પ્લાન્ટ બંધ અંગે ખુલાસો કરવા જણાવ્યું છે. નહિંતર આકરા પગલા લેવાશે તેવી ચીમકી પણ આપી છે તેવી વિગતો બહાર આવી છે.
છ મહિના પહેલા કરોડો પિયાના ખર્ચે ૧.૩૦ લાખ કચરો ગુલાબનગર ડમ્પીંગ પોઇન્ટમાં જમા થઇ જતા ગુલાબનગર, મોહનનગર, વિભાપર સહિતના આજુબાજુના રહેવાસીઓએ આ કચરો તાત્કાલિક હટાવવા કોર્પોરેશનને રજુઆત કરી હતી અને ઝડપી કામગીરી થઇ રહી હતી અને હવે માત્ર ૪૦ હજાર ટન કચરો બાકી હતો ત્યાં જ વેસ્ટ એનર્જી પ્લાન્ટ બંધ થઇ જતા ફરીથી દરરોજ ૩૫૦ ટન કચરો ગુલાબનગરના ડમ્પીંગ પોઇન્ટમાં ઠલવવામાં આવ્યો છે.
રાજકીય ઓથને કારણે વેસ્ટ ટુ એનર્જી કંપનીના અધિકારીઓ મનમાની કરતા હોવાનો આક્ષેપ પણ અગાઉ બોર્ડમાં થયો હતો. અને આ વખતેના જનરલ બોર્ડમાં કંપની દ્વારા મેઇટેનન્સ થતું હોવાની મૌખિક જાણ કરીને આ પ્લાન્ટ બંધ છે તેવું કહેવાયુ હતું પરંતુ સાચી વાત હજુ સુધી બહાર આવી નથી. શું આ કંપનીએ કાયમી રીતે આ પ્લાન્ટ બંધ કરી દેવાનું વિચાર્યુ છે કે કેમ? તે અંગે આવનારા દિવસોમાં ખબર પડશે પરંતુ ફરીથી જામનગરમાં કચરા પ્રકરણનું ભૂત ધુણશે તેમાં કોઇ શંકા નથી.