BREAKING NEWS

ગુજરાતમાં આજે રાત્રિનું તાપમાન પણ વધવાની ચેતવણી, રાજકોટ સહિત આ જિલ્લાઓમાં ગરમી વધુ રહેવાની આગાહી

  • March 12, 2026 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માર્ચ મહિનામા મે મહિનાની યાદ અપાવે તેવી ગરમીનો રાઉન્ડ હવે થોડી રાહત અપાવશે. આજે રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, મોરબી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરત અને વડોદરા જિલ્લામાં ગરમીનું પ્રમાણ અન્ય જિલ્લાઓની સરખામણીએ વધુ રહેશે, પરંતુ 24 કલાક પછી સમગ્ર રાજ્યમાં ગરમીનું જોર ક્રમશઃ ઓછું થતું જશે અને પાંચ દિવસમાં ચાર ડિગ્રી સુધી મહત્તમ તાપમાનનો પારો નીચે ઉતરશે.


હવામાન ખાતાના જણાવ્યા મુજબ સવારથી જ ગરમી શરૂ થઈ જાય છે અને બપોરે તો જાણે ધરતી તપતી હોય તેવું લાગે છે. જમીનની ગરમી અને લુ ફુકાતી હોવાથી આજે ગુજરાતમાં રાત્રિનું તાપમાન પણ વધી જવાની ચેતવણી આપવામાં આવી છે.


બુધવારે રાજકોટ સહિત રાજ્યના 10 શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 40થી 41.9 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન રાજકોટમાં 41.9 ડીગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં 41.4, અમરેલીમાં 40.9, વડોદરામાં 41.0, ડીસામાં 40.7, ગાંધીનગરમાં 40.5, પોરબંદરમાં 40.2, સુરતમાં 41 અને વેરાવળમાં 40.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. દીવ દ્વારકા પોરબંદર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગઈકાલે મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થયો હતો. જોકે આગલા દિવસે એક સાથે પાંચથી નવ ડિગ્રી તાપમાન વધી ગયું હતું તેના કારણે ગઈકાલનો ઘટાડો મામુલી અનુભવાતો હતો.


નલિયામાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 91 ટકાએ પહોંચી ગયું હતું અને તેના કારણે ઝાકળ જોવા મળી હતી. દ્વારકામાં 87, રાજકોટમાં 68, અને દમણમાં 78% ભેજ આજે સવારે નોંધાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application