સરધારા પર હુમલો કરવાના આરોપી વોન્ટેડ પીઆઈ પાદરિયા સસ્પેન્ડ, હુકમ ઘરે બજાવાયો
રાજકોટ શહેર ભાજપ અગ્રણી પુર્વ કોર્પેારેટર અને અગાઉ ખોડલધામ સાથે સંકળાયેલા હાલ નવનિયુકત સરદારધામના સૌરાષ્ટ્ર્ર ઝોનના ઉપપ્રમુખ જયંતીભાઈ સરધારા ઉપર થયેલા ખુની હુમલામાં આરોપી તરીકે દર્શાવાયેલા વોન્ટેડ પીઆઈ સંજય પાદરીયાને સસ્પેન્ડ કરતો હુકમ કરવામાં આવ્યો છે. સસ્પેન્શન પીરીયડ દરમિયાન પાદરીયાનું હેડ કવાર્ટર બરોડા રહેશે. હુકમની બજવણી તેમના નિવાસસ્થાને કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
કોઠારીયા રોડ પરના હરી ધવા માર્ગ પર રહેતા જયંતી સરધારા અને ખોડલધામ સાથે સંકળાયેલા પીઆઈ સંજય પાદરીયા બન્ને પરમ દિવસે (ગત સોમવારે) કણકોટ રોડ પર એક પાર્ટી પ્લોટમાં ફંકશનમાં હતા એ દરમિયાન બન્ને વચ્ચે સામાજીક કે અન્ય કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં જયંતી સરધારાએ ઉગ્રતા દર્શાવી પાદરીયાનો કાંઠલો પકડી લીધો હતો અને ત્યાર બાદ પાદરીયાને લાત મારી હતી જેથી મામલો વણસ્યો હતો. બન્ને વચ્ચે પાર્ટી પ્લોટમાં બોલાચાલી અને જયંતી સરધારાએ હાથાપાઈ કરતા હાજર અન્ય ત્રણ વ્યકિતઓએ બન્નેને છૂટા પાડયા હતા.
પાર્ટી પ્લોટમાંથી જયંતી સરધારા પોતાની કાર લઈને બહાર નીકળ્યા ત્યારે ત્યાં ઉભેલા પાદરીયા સાથે ફરી બોલાચાલી થઈ હતી અને પાદરીયાએ જયંતી સરધારા પર હત્પમલો કયર્ો હતો. ઈજાગ્રસ્ત સરધારાએ પાદરીયા સામે પિસ્તોલ જેવું હથીયાર મારીને ખુની હત્પમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના આરોપસર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવ સંદર્ભે એસીપી ચૌધરી સહિતની ટીમે રાત્રીના જ પાદરીયાના નિવાસસ્થાન તેમજ ગઈકાલે પાદરીયાને શોધવા તેના નિવાસસ્થાન અને જૂનાગઢ ટ્રેનીંગ સેન્ટરમાં તપાસ કરી હતી પરંતુ પાદરીયા મળી આવ્યા ન હતા. આજે પણ પોલીસને હજી પાદરીયાની કોઈ ભાળ ન મળતા શોધખોળ ચાલુ રખાઈ છે.
એ દરમિયાન ગાંધીનગરના સુત્રોમાંથી પ્રા થતી વિગતો મુજબ હત્યાના પ્રયાસ આરોપસર નોંધાયેલી ફરિયાદમાં બે દિવસથી વોન્ટેડ પીઆઈ પાદરીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમના વર્તમાન ફરજ સ્થળ જૂનાગઢ ટ્રેનીંગ સેન્ટર પર જાણ કરવામાં આવી છે. પાદરીયા જૂનાગઢ રજા પર હોવાથી સસ્પેન્શનનો ઓર્ડર ઘરે બજાવવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech