અમદાવાદ-હડમતીયા (ગીર) બસને કોડીનાર સુધી લંબાવવા માગ

  • February 02, 2024 10:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ એસટી વિભાગના ચંડોળા ડેપો દ્વારા કૃષ્ણનગર હડમતીયા(ગીર) બસ વાયા ચોટીલા જુનાગઢ, મેંદરડા, સાસણ, તાલાળા, આંકોલવાડી નવી સ્લિપર બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસ સેવા શરૂ થતાં આકોલવાડી આસપાસના પંદરેક જેટલા ગામોને ચોટીલા અમદાવાદ જવા માટે સીધી બસ સેવા ઉપલબ્ધ થઈ છે. આ બસ સેવા કાયમી ધોરણે સારી આવક સાથે શરૂ રહે તે માટે આ બસ સેવાને કોડીનાર સુધી લંબાવવા માટે કોડીનારના સામાજીક કાર્યકર અજીતભાઈ ચાવડાએ એસ.ટી વિભાગને પત્ર લખી માંગ કરી છે તેઓ એ વધુમાં જણાવ્યું હતું કે આ બસ સેવાને કોડીનાર લંબાવવાથી પ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચીને અમદાવાદ જવા માટે એસટી એક પણ બસ સુવિધા ઉપલબ્ધ નથી તે ઉપલબ્ધ થશે. આ ઉપરાંત કોડીનાર થી અમદાવાદ માટે ગાંધીનગર રૂટની બસમાં જગ્યા મળતી નથી એ તકલીફ પણ દૂર થશે. તાલાળા ઉપરાંત સુત્રાપાડા તથા કોડીનાર એમ બે તાલુકાના પંદરથી વધુ ગામડાની પ્રજાને સુવિધા વધશે. સાથો સાથ કોડીનારથી આ બસ ઉપડવાનો સમય રાત્રે આઠ કલાક રાખવા માગણી થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application