દેશ–વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેં આકર્ષણ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. પરિણામે, ઉત્તરોતર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ રાયના અનેરા સોંદર્ય અને વિવિધતાને માણવા માટે પહોંચી રહ્યાં છે. આ વર્ષે દિવાળીની રજાઓ દરમિયાન તા. ૨૬ ઓકટોબરથી ૧૫ નવેમ્બર ૨૦૨૪ સુધી વીસ દિવસના સમયગાળામાં, રાયના ૧૬ પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની ૬૧ લાખ ૭૦ હજાર ૭૧૬ લોકોએ મુલાકાત લીધી હતી. આ સમયગાળામાં ગુજરાતના પ્રસિદ્ધ આકર્ષણો અને યાત્રાધામ જેમ કે સ્ટેચ્યુ આફ યુનિટી–આકર્ષણો, અટલ બ્રિજ, રિવરફ્રન્ટ લાવર પાર્ક, કાંકરિયા તળાવ, પાવાગઢ મંદિર, અંબાજી મંદિર, ગિરનાર રોપવે, સાયન્સ સિટી, વડનગર,સોમનાથ મંદિર, દ્રારકા મંદિર, નડાબેટ, મોઢેરા સૂર્ય મંદિર, સ્મૃતિવન, ગીર અને દેવળીયા તેમજ દાંડી સ્મારક ખાતે બહોળી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હતા. અમદાવાદમાં સાડા પાંચ લાખથી વધુ પ્રવાસીઓએ કાંકરિયા પરિસરમાં વિવિધ આકર્ષણોની મોજ માણી હતી. ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અને મંદિરોમાં સૌથી વધુ દ્રારકામાં ૧૩ લાખથી વધુ લોકો દર્શનાર્થે આવ્યા હતાં
ક્રમાંક પ્રવાસન સ્થળ પ્રવાસીઓની સંખ્યા
૧ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આકર્ષણો ૪,૯૦,૧૫૧
૨ અટલ બ્રિજ ૧,૭૭,૦૬૦
૩ રિવરફ્રન્ટ લાવર પાર્ક ૧૬,૨૯૨
૪ કાંકરિયા તળાવ ૫,૯૫,૧૭૮
૫ પાવગઢ મંદિર અને રોપવે સુવિધા ૮,૯૨,૧૨૬
૬ અંબાજી મંદિર, શકિતપીઠ પરિક્રમા,ગબ્બર રોપવે અને અન્ય ૧૨,૦૮,૨૭૩
૭ ગીરનાર રોપવે ૧,૦૫,૦૯૨
૮ સાયન્સ સિટી (મ્યુઝિકલ ફાઉન્ટેન સહિત) ૧,૦૨,૪૩૮
૯ વડનગર આકર્ષણો ૭૪,૧૮૯
૧૦ સોમનાથ મંદિર ૮,૬૬,૭૨૦
૧૧ દ્રારકા મંદિર ૧૩,૪૩,૩૯૦
૧૨ નડાબેટ ૬૪,૭૪૫
૧૩ મોઢેરા સૂર્ય મંદિર ૪૫,૩૭૫
૧૪ સ્મૃતિવન સ્મારક, ભુજ ૪૫,૫૨૭
૧૫ ગીર જંગલ સફારી દેવળીયા જીપ અને બસ સફારી ૧,૧૩,૬૮૧
૧૬ દાંડી સ્મારક ૩૦,૪૭૯
કુલ પ્રવાસીઓની સંખ્યા ૬૧,૭૦,૭૧૬.કચ્છમાં રણોત્સવ શરૂ, ૨૦૨૩–૨૪માં ૭.૪૨ લાખ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત
દેશ વિદેશના પ્રવાસીઓના ફેવરિટ ગણાતા રણોત્સવની શઆત થઇ ગઇ છે. રણોત્સવની મુલાકાત દરમ્યાન પ્રવાસીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિવિધ એડવેન્ચર સ્પોટર્સ એકિટવિટી પણ યોજવામાં આવે છે. રણોત્સવ ૨૦૨૪–૨૫માં એડવેન્ચર ઝોન (૨૦ અલગ–અલગ એડવેન્ચર પ્રવૃત્તિઓ જેવી કે પેરા મોટરિંગ, એ.ટી.વી રાઈડ વગેરે), ચિલ્ડ્રન એકિટવિટી વિથ ફનનોલેજ પાર્ક (૧૦ અલગ–અલગ પ્રવૃત્તિઓ જેમ કે, ન્યુટિ્રશનની સમજ આપતી ગેમ અને એકિટવિટી, વી. આર ગેમ ઝોન વગેરે)નું આયોજન કરવામાં આવ્યું છે.
૨૦ બેઠકોના આયોજનથી રાયના પ્રવાસન આકર્ષણો દુનિયાભરમાં પહોંચ્યા
ભારતની યજમાનીમાં આયોજિત થયેલી જી–૨૦ બેઠકોનો એક દોર ગુજરાતમાં પણ રહ્યો હતો. રાય સરકારે, કચ્છના ધોરડો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વકક્ષાના પ્રવાસન સ્થળોએ જી–૨૦ બેઠકોનું સફળતાપૂર્વક આયોજન કરીને, જી–૨૦ દેશના પ્રતિનિધિઓને રાયના સમૃદ્ધ વારસાનો પરિચય કરાવ્યો હતો. જી–૨૦ પ્રતિનિધિઓએ ધોળાવીરા, મોઢેરા સૂર્યમંદિર, અમદાવાદનો ઐતિહાસિક વારસો, ગિટ સિટી અને દાંડી કુટીર સહિતના આકર્ષણોની મુલાકાત લઇને તેની સરાહના કરી હતી. પ્રાચીન નગરોની મુલાકાત તેમના માટે એક યાદગાર સંભારણું બની હતી અને તેમના પ્રતિભાવોમાં તેમણે જણાવ્યું હતું કે આ સમગ્ર વિશ્વની ધરોહર છે, જેને આવનારી પેઢી માટે સાચવી રાખવી જરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech