વાંકાનેર: વધુ એક યુવાન હૃદયના ધબકારા ચૂકયો

  • October 27, 2023 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર રાજ્યમાં હાર્ટ એટેક હાહાકાર કચાવી રહયો છે. અને ખાસ કરીને નાની વયનો યુવાવર્ગ હાર્ટએટેકનો શિકાર બની રહ્યો છે. ત્યારે આવા જ એક કિસ્સામાં વાંકાનેર તાલુકાના ગુંદાવડા ગામે માતાજીના માંડવામાં ડાક વગાડવા આવેલા રાજકોટના યુવાનને હાર્ટએટેક આવી જતા મૃત્યુ નિપજતા અરરેરાટી વ્યાપી પામી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાવડા ગામે ગઇકાલે માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના ભાવનગર રોડ ઉપર થોરાળા પોલીસ સ્ટેશન પાસે રહેતા ગોપાલભાઈ કરમશીભાઈ મેવાડા ઉ.વ.૩૮ નામનો યુવાન ડાક વગાડવા માટે ગુંદાવડા ગામે આવ્યો હતો. અને માતાજીના માંડવામાં ડાક વગાડતી વખતે તેઓને હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શ‚ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application