રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની કચેરીમાં આજે સવારે ૧૧–૩૦ કલાકે ચેરમેન તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને મળેલી ડા બોર્ડ મિટિંગમાં એજન્ડામાં રહેલી કુલ સાત દરખાસ્તોમાંથી પાંચ દરખાસ્તો મંજુર કરાઇ હતી, યારે બે દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી હતી અને એક અરજન્ટ બિઝનેસ દરખાસ્ત અધ્યક્ષસ્થાનેથી રજૂ થઇ હતી.
વિશેષમાં સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ કાલાવડ રોડ અને જામનગર રોડ વચ્ચેની સ્માર્ટ સિટી એરિયા નજીક આવેલી વાજડીગઢની પ્રારંભિક ટીપી સ્કિમ નં.૭૭ને કામચલાઉ પુન:રચનાને પરામર્શ આપવાની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવતા ૩૦૦ એકર જમીન વિસ્તારમાં પથરાયેલી વાજડીગઢ ટીપી સ્કિમ લટકતી રહી છે. અલબત્ત શા માટે આ દરખાસ્ત પેન્ડિંગ રખાઇ તેનું કોઇ કારણ જાહેર કરાયું નથી પરંતુ આગામી બોર્ડ મિટિંગમાં આ અંગે નિર્ણય થશે તેવું જાહેર કરાયું હતું. ડામાં સામાન્ય રીતે દર બે મહિને બોર્ડ મિટિંગ મળતી હોય છે તેથી હાલ તો બે મહિના સુધી વાજડીગઢ ટીપી સ્કિમની દરખાસ્ત લટકતી જ રહેશે તે નક્કી છે.
યારે અન્ય દરખાસ્ત પરા પીપળીયા ટીપી સ્કિમ નં.૭૬ની હદમાં ફેરફાર અંગેની હતી, અગાઉ ઘંટેશ્વર ગામ ડા હેઠળ આવતું હતું તેથી તત્કાલિન સમયે ઘંટેશ્વરનો અમુક વિસ્તાર પરા પીપળીયા ટીપી સ્કિમ હેઠળ હતો, યારે ૨૦૨૦માં ઘંટેશ્વરને રાજકોટ મહાપાલિકાના હદ વિસ્તારમાં સમાવિષ્ટ્ર કરાયું હતું. દરમિયાન હવે પાંચ વર્ષ બાદ ઘંટેશ્વર વિસ્તારને પરા પીપળીયા ટીપી સ્કિમમાંથી દૂર કરવા નિર્ણય લેવા અંગેની દરખાસ્ત હતી જેમાં ઝોનિંગ મુજબ નિર્ણય કરી ઘંટેશ્વર વિસ્તારને આ ટીપી સ્કિમમાંથી દૂર કરાયો હતો. આ ઉપરાંત અન્ય એક મહત્વપૂર્ણ દરખાસ્ત હતી જેમાં રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની વિકાસ યોજના અંતર્ગત એકિઝસ્ટિંગ લેન્ડ યુઝ (ઇએલયુ) સર્વે માટે કન્સલટન્સીની નિમણુક કરવાની દરખાસ્ત હતી જે પણ હાલ પેન્ડિંગ રખાઇ છે અને પેન્ડિંગ રાખવા માટેનું કોઇ કારણ જાહેર કરાયું નથી.
ઉપરોકત બોર્ડ મિટિંગમાં ડા ચેરમેન કમ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ટાઉન પ્લાનિંગ ઓફિસર એસ.એમ.પંડા, રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટીઝ મહેશ જાની, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, ડાના સી.ઇ.એ. જી.વી.મીયાણી, મુખ્ય નગર નિયોજકના પ્રતિનિધિ તરીકે કે.આર.સુમરા તથા મ્યુનિ. સીટી એન્જીનિયર કે.કે.મહેતા સહિતના ઉપસ્થિત રહ્યા હતા
(1) તા.24-10-2024નાં રોજ યોજાયેલ સત્તામંડળની 174મી બોર્ડ બેઠકની કાર્યવાહી નોંધમાં થયેલ ઠરાવોની અમલવારી કરવા બાબતની દરખાસ્ત મંજુર
(2) રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની વિકાસ યોજના અંતર્ગત એક્ઝિસ્ટિંગ લેન્ડ યુઝ (ઇએલયુ) સર્વે માટે ક્ધસલટન્સીની નિમણુક કરવાની દરખાસ્ત પેન્ડિંગ
(3) રૂડા દ્વારા તૈયાર કરાયેલી રૂડા વિસ્તારની મંજુર થયેલી મુસદારૂપ નગર રચના યોજના નં.77 (વાજડીગઢ)ની પ્રારંભિક નગર રચના યોજનાની ટીપીઓ દ્વારા તૈયાર કરાયેલ કામ ચલાઉ પુન:રચનાની દરખાસ્તોને પરામર્શ આપવાનું પેન્ડિંગ
(4) સત્તામંડળના વિસ્તારમાં સૂચિત કરાયેલ નગર રચના યોજના નં.76 (પરાપીપળીયા)ની નક્કી થયેલ હદમાં સુધારો કરવાનું મંજુર
(5) કુવાડવા ગામે અમદાવાદ નેશનલ હાઇ-વે થી સરધાર-કુવાડવા સ્ટેટ હાઇ-વે (આર્યવીર શાળા)ને જોડતો 30 મીટર ડીપી રોડનું બાંધકામ કરવાનું મંજુર
(6) પરાપીપળીયા ગામે લેક ડેવલપમેન્ટનું કામ મંજુર
(7) હોડિંગ્સ બોર્ડ કોમ્યુનિકેશન ટાવર ઉભા કરવા અંગેના નિયમ મંજુર
(8) ટીપી સેલની રચના કરી નવા ટીપી અને નવા ડીપી યુનિટ બનાવવાની તેમજ તે માટે સ્ટાફ આઉટ સોર્સ કરવાની અધ્યક્ષસ્થાનેથી રજૂ થયેલી અરજન્ટ બિઝનેસ દરખાસ્ત મંજુર
રૂડામાં ૭૬ કર્મચારીઓનો સ્ટાફ નથી ને નવી ૭૬ ટીપી સ્કિમ બનાવવાનું ખ્વાબ
ડા તત્રં પાસે પૂરો ૭૬ કર્મચારીનો સ્ટાફ નથી અને નવી ૭૬ ટીપી સ્કીમ બનાવવાનું ખ્વાબ જાહેર કયુ છે ! દરમિયાન આજે મળેલી ડા બોર્ડ મીટીંગમાં આજરોજ અધ્યક્ષ સ્થાનેથી રજૂ થયેલી અર્જન્ટ બિઝનેસ દરખાસ્તોમાં ટીપી સેલની રચના કરવા અને નવા ટીપી તેમજ ડીપી યુનિટ બનાવવા અને તે માટે આઉટસોસિગથી ટેકનિકલ સ્ટાફની ભરતી કરવા અંગેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી આગામી દિવસોમાં ડા દ્રારા નવી કુલ ૭૬ ટીપી સ્કિમો બનાવવાનું આયોજન છે. આગામી ૬ થી ૭ વર્ષના સમયગાળામાં આ નવી ટીપી સ્કીમો બનાવવામાં આવશે અને તે માટે જે તે ટીપી યુનિટને વર્ષ વાઈઝ સ્કીમ બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવશે તેમ જાણવા મળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય ઇમિગ્રન્ટ્સ મુદે ટ્રમ્પ અને ટ્રુડોના આકરા તેવર, સાઉદી પ્રિન્સનું કુણું વલણ
January 24, 2025 10:52 AMદ્વારકામાં એસિડ પી લેનાર પરિણીતાનું મોત
January 24, 2025 10:50 AMરોટરેક્ટ કલબ ઓફ જામનગર દ્વારા "ચેસ ટુર્નામેન્ટ" નું આયોજન
January 24, 2025 10:49 AMભાણવડના બરડા ડુંગર વિસ્તારમાંથી બે માનવ કંકાલ મળ્યા
January 24, 2025 10:47 AMઆંખની તપાસ દ્વારા મળી શકશે ડિમેન્શિયા જેવા મગજના ગંભીર રોગોની જાણકારી
January 24, 2025 10:46 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech