આજે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતની બેઠકો પર વહેલી સવારથી ભારે ઉત્સાહ સાથે શ થયું છે ત્યારે સૌરાષ્ટ્ર્રની આઠ બેઠકો પર સવારથી મતદાતાઓની કતાર લાગી હતી. રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જુનાગઢ ભાવનગર, અમરેલી ,જામનગર અને કચ્છ ની બેઠક પર સવારે ૬:૩૦ વાગ્યાથી મતદારો મતદાન મથક પર પહોંચી ગયા હતા. ખાસ કરીને કાળઝાળ ગરમી થી બચવા માટે અને લોકોનો ઉત્સાહ પણ મતદાન માટે જોવા મળ્યો હતો. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ઢોલ નગારા અને ગરબા ની રમઝટ સાથે સામૂહિક મતદાન માટે મતદાન મથકો પર પહોંચ્યા હતા.
મોરબી ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વહેલી સવારથી મતદાતાઓની લાઈન જોવા મળી હતી. મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેના સહ પરિવાર સાથે મતદાન મથક ખાતે પહોંચ્યા હતા યારે તેમની સાથે સાંસદ મોહનભાઈ કુંડારીયા પણ મોરબી ખાતે આવેલી નીલકઠં વિધાલય ખાતે મતદાન કયુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વનું સૌથી મોટું સિરામિક કલસ્ટર મોરબી ખાતે આવેલું હોય મોરબીમાં મતદાન બુથ પર સીરામીક નગરી બનાવવામાં આવી છે.
યારે ગોંડલના જામવાડીમાં સમસ્ત ગ્રામજનો એક સાથે મતદાન કરવા પહોંચ્યા હતા અને મતદાન સાથે લોકશાહીના આ પર્વને ઉજવ્યું હતું. ૧૧ પોરબંદર સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ્ર ૭૩ ગોંડલ વિધાનસભામાં લોકશાહીને ઉજાગર કરવા ગોંડલવાસીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો .હતો. જામવાડી ખાતે ઇતિહાસમાં પ્રથમ વખત ગ્રામજનો ભેગા મળીને મતદાન કરવા પહોંચ્યા હતા યાં ઢોલીના તાલે બહેનોએ મતદાન જાગૃતિના બેનર હાથમાં લઇ ગરબે ઘુમ્યા હતા.
જયારે ઉપલેટામાં મતદારો નો ઉત્સવ ચરમ સીમાએ જોવા મળ્યો હતો સવારે ૧૦ વાગ્યા સુધીમાં નવ ટકા મતદાન થયું હતું. રાજકીય આગેવાનો સાથે પ્રજાજનો પણ વહેલી સવારથી મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચી ગયા હતા. યારે ધોરાજીમાં મતદારોના ઉત્સાહ વચ્ચે કોંગ્રેસ પ્રમુખ ડી.સી.વોરા દ્રારા ડુંગળીનો હાર પહેરીને અનોખી રીતે મતદાન કરતા ભારે આશ્ચર્ય સર્જાયું હતું.
આ ઉપરાંત ભાવનગરમાં સંસદીય મત વિસ્તારમાં ૧૯,૧૬,૯૦૦ મતદારો નોંધાયેલા છે. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાનનો પ્રારભં થયો હતો. ભાવનગરના હણોલ ગામે કેન્દ્રીય કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ તેમના ધર્મ પત્ની સાથે સજોડે મતદાન કયુ ત્યારે મોટી સંખ્યામાં ગ્રામ્ય મતદારો પણ મતદાન માટે પહોંચ્યા હતા. ભાવનગર જિલ્લામાં ૧૧૯૨ જગ્યા પર કુલ ૨૦૩૦ જેટલા મતદાન બુધ પર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
અમરેલી બેઠક પર આજે વહેલી સવારે સાત વાગ્યાથી જ મતદાન શ થઈ ગયું હતું. અમરેલી બેઠક પર કુલ ૧૭,૩૧,૦૪૦ મતદારો છે. અમરેલી લાઠી, સાવરકુંડલા ,ધારી,રાજુલા, મહત્પવા, ગારીયાધાર વિધાનસભાના મતદારોએ અમરેલી બેઠક માટે મતદાન કયુ હતું. ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા અને કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંમર વચ્ચે જગં જામ્યો હતો. સવારે જેની ઠુંમરએ માતાજીના આશીર્વાદ લઇ મતદાન કયુ હતું. યારે રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પણ અમરેલીમાં મતદાન કયુ તો રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ પાલા એ પોતાના વતન ઈશ્વરીયા ગામમાં વાજતે ગાકતે મતદાન મથક પર પહોંચ્યા હતા અને મતદાન કયુ હતું.
કચ્છ મોરબી લોકસભા બેઠક પર ૧૯,૪૩,૧૩૬ મતદારો છે. ૧૩૩૭ મતદાન મથક પર ૨૧૪૦ બુથ ઊભા કરાયા છે. કચ્છ લોકસભા બેઠક પર ૯ વાગ્યા સુધીમાં ૯ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. વર્ષ ૨૦૧૯ માં પણ કચ્છનું સરેરાશ ૫૫% મતદાન રહ્યું હતું. તો બીજી તરફ સોરઠની ભૂમિ પર વેલી સવારે ધીમી ગતિએ મતદાન શ થયું હતું પરંતુ ત્યારબાદ મતદારોનો ઉત્સાહ જોવા મળતી હોય તો અને બુથ પર કતાર લાગી હતી. જૂનાગઢમાં સવારે ૯:૦૦ વાગ્યા સુધીમાં ૯.૧૫% મતદાન નોંધાયું હતું. ભાજપના ઉમેદવાર તરીકે સતત ત્રીજી વખત કોળી સમાજના રાજેશ ચુડાસમા અને કોંગ્રેસમાંથી આહિર સમાજના અગ્રણી હીરાભાઈ જોટવાની મેદાનમાં ઉતાર્યા છે. માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી એ તેના ગામ મા મતદાન કયુ હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech