દ્વારકા ન.પા.ની ચૂંટણીના મતદાનમાં ઘટાડો નોંધાયો

  • February 17, 2025 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેવભૂમિ દ્વારકા જિલ્લાની ન.પા.ની ચૂંટણીનું મતદાન ગઇકાલે યોજાયું હતું, દ્વારકા ન.પા.માં ૪૩.૬૧ ટકા મતદાન નોંધાયું હતું, દ્વારકા નગરપાલિકાની વાત કરીએ તો ગયા વર્ષની સરખામણીએ ર૦૧૮ માં દ્વારકાની ન.પા.ની ટકાવારી પપ.૯૭ હતી અને ર૦૧૩ માં ૬ર.૭૭ ટકા મતદાન થયું હતું, આમ જોઇએ તો  વર્ષેને વર્ષે મતદાન કરવામાં લોકોન ઉત્સાહ ઓછો થયો છે, દેવભૂમિના ત્રણ ન.પા.ની ચૂંટણીમાં દ્વારકાની સીટ પર સૌથી ઓછું મતદાન નોંધાયું છે.


ભાજપના ગઢ અને છેલ્લા આશરે ત્રણ દાયકાથી પ્રભુત્વ ધરાવતી ભાજપ શાસિત દ્વારકા નગરપાલિકાની પ્રથમ વખત નવ બેઠક બિનહરીફ બની રહી હતી. ત્યારે વધુ એક વખત દ્વારકા નગરપાલિકા પર ભાજપનો કબજો યથાવત રહે તે માટે સ્થાનિક ધારાસભ્ય પબુભા માણેક તેમજ અન્ય નેતાઓ દ્વારા કવાયત કરવામાં આવી હતી. ત્યારે ૧૯ બેઠકો માટેની રવિવારે યોજાયેલી ચૂંટણીમાં ૫,૯૫૧ પુરુષ અને ૪૯૩૬ મહિલાઓ મળી કુલ ૩૧,૨૦૯ મતદારોએ મતદાન કર્યું હતું.

જેમાં સરેરાશ અનુક્રમે ૪૯.૭૫ ટકા અને ૪૩.૩૨ ટકા સાથે કુલ સરેરાશ મતદાન ૪૬.૬૨ ટકા થવા પામ્યું છે, વ્હેલી સવારે મતદાન શ
રૂ​​​​​​​થયા બાદ લગભગ ૯ વાગ્યે આસપાસ વરરાજા લગ્ન મંડપમાં બેસતા પહેલા મતદાન કરવા ઉત્સાહપૂર્વક પહોંચ્યો હતો, એમ જોવા જઇએ તો મતદાનની વિશેષતા વખાણી હતી.દેવભૂમિ દ્વારકાની નગરપાલિકા સલાયા, ભાણવડ અને દ્વારકા સીટ પર સરેરાશ ૪૯.પ૭ ટકા મતદાન નોંધાયું હતું, જેમાં ત્રણ ન.પા.માં કુલ મતદારો ૬ર૯પ૯ છે, જેમાં ૩૧ર૦૯ મતદારો મતદાન કર્યું હતું, જેમાંથી ૩૧૪૬૧ સ્ત્રીઓમાંથી ૧૬૦૦૮ મતદાન કર્યું, તેમજ ૩૧૪૯૮ પુરૂષોમાંથી ૧પર૦૧ મતદાન કર્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application