ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, ગોપાલભાઈ મોરવાડિયા, હિરપરા જયંતીભાઈ, જીેશભાઈ બોરડની સંયુકત યાદી જણાવે છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત રાય માર્ગ વાહન વ્યવહાર નિગમના અધિકારીઓ દ્રારા વખતો વખત કહેવામાં આવ્યું છે. ગુજરાત એસ.ટી અને રાય સરકાર મુસાફરોને આધુનિક ઈન્સ્ફ્રાસ્ટ્રકચર સાથે સારી સુવિધા આપવા હંમેશા તત્પર છે. પરંતુ રાજકોટ ડેપો નો વહીવટ ઘણા સમયથી કથળી ગયો છે લેખિત રજૂઆતોનો ઉલાળીયો કરી દેવામાં આવે છે અને અધિકારીઓના નાક નીચે યુરીનલમાં લાખો પિયાનો ભ્રષ્ટ્રાચાર ચાલી રહ્યો છે. રાજકોટ ડેપો ના એક પછી એક ભ્રષ્ટ્રાચારો, બેદરકારી અને લાપરવાહી પ્રકાશમાં આવી રહી છે એમાં ગુજરાત એસ.ટી મુસાફરો તરફથી સમિતિને ટેલીફોનિક ફરિયાદમા જણાવ્યું હતું કે હાલ ડેપો પરથી રાજકોટ થી વેરાવળ, ઉના, દીવ તરફ જતી તમામ બસોનું ઓનલાઈન બુકિંગ અને એડવાન્સ બારી પરથી કાઉન્ટર બુકિંગ બધં કરી દેવામાં આવેલ છે જીએસઆરટીસીની ઓનલાઇન એપ્લિકેશનમાં અને કાઉન્ટર બુકિંગમાં પણ આ તરફથી તમામ બસોના ઓનલાઇન રિઝર્વેશન ઉપલબ્ધ નથી. આ અંગે ફરિયાદ મળતાની સાથે રાજકોટના એસ.ટી બસ પોર્ટ પર ગજેન્દ્રસિંહ ઝાલા દ્રારા બ કરટં એડવાન્સ બુકિંગ બારી પર સંપર્ક કરતા જવાબદાર કલાર્ક દ્રારા જણાવવામાં આવ્યું કે ઓનલાઈન રજીસ્ટ્રેશન અને અહીંથી આ તરફ જતી તમામ બસોના બુકિંગ બધં છે. બસ પોર્ટના વોલ્વો મમાં રાજકોટ થી વેરાવળ, ઉના, દીવ બુકિંગ અંગે પૂછપરછ કરતા જણાવ્યું કે એરકન્ડિશન વોલ્વો બસોમાં અત્યારે તો બુકિંગ ચાલુ છે. જો કે એસ.ટી ડેપો અને વોલ્વો ડેપો ના ડેપો મેનેજર અલગ અલગ છે. એટલે કે માલેતુજાર મુસાફરો માટે બુકિંગની છૂટ અને એકસપ્રેસ, ગુર્જર નગરી એકસપ્રેસમાં જતા ગરીબ અને મધ્યમ વર્ગના મુસાફરો માટે બુકિંગ માટે પાબંદી શા માટે ? રાજકોટ ઉના, દીવ, વેરાવળ તરફ જતી બસોમાં બુકિંગ શા માટે બધં કરવામાં આવ્યું છે તેની લેખિતમાં ફરિયાદ કરી કયા કારણથી બુકિંગ બધં કરેલ છે તેની સ્પષ્ટ્રતા કરવા અન્યથા બુકિંગ બધં રહેશે તે અંગેના લેખિતમાં જાહેરમાં મુસાફરોને દેખાય તે પ્રકારે બોર્ડ લગાવવા અને રાજકોટ શહેરના દૈનિક વર્તમાન પત્રો દ્રારા સ્પષ્ટ્રતા કરે અન્યથા બુકિંગ તાત્કાલિક ચાલુ કરે તેવી માંગ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્રારા કરવામાં આવી છે. આ અંગે સમિતિ દ્રારા ડેપો મેનેજરનો ગજેન્દ્રસિંહ ઝાલા દ્રારા ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું કે બધં નથી કરી પરંતુ બસમાં જગ્યા નહિ હોય એટલે બસ ફલ હશે તો ના પાડી હશે. ડેપો મેનેજરને ખુદ ખબર નથી કે લશ્કર કયાં લડે છે ?એસટી તંત્રની એકને ગોળ બીજાને ખોળની નીતિ: વોલ્વોનું બૂકિંગ ચાલુ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech