રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મહાકુંભમાં જવા માટે યાત્રિકો પ્રચંડ ધસારો કરી રહ્યા છે ત્યારે રાજકોટ એસટી બસ પોર્ટથી ઉપડતી રાજકોટ-પ્રયાગરાજ-રાજકોટ વોલ્વો બસ દરરોજ ફૂલ પેક દોડી રહી છે. આ બસ સેવાને પ્રસ્થાન કરાવાયુ ત્યારે પ્રથમ દિવસે બસ બે કલાક મોડી ઉપડી હતી ત્યારબાદ છેલ્લા એક સપ્તાહમાં દરરોજ એકથી દોઢ કલાક મોડી ઉપડતી હોય મુસાફરોમાં દેકારો બોલી રહ્યો છે.
રાજકોટ એસટી બસપોર્ટથી ઉપરોક્ત વોલ્વોમાં બેસીને મહાકુંભમાં ગયેલા વેપારી મુસાફરએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગઈકાલે વોલ્વો બસ સવારે પાંચના બદલે 6-30 કલાકે ઉપડી હતી. અન્ય મુસાફરોએ પણ જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહમાં ત્રણથી ચાર વખત બસ મોડી ઉપડી હતી.
દરમિયાન આ અંગે રાજકોટ વિભાગીય નિયામક જે.બી. કલોતરાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે આ બાબત તેમના ધ્યાનમાં નથી છતાં તેઓ આ મામલે તપાસ કરશે અને બસ નિર્ધિરિત સમય સવારે પાંચ કલાકે જ ઉપડે તેની તકેદારી લેશે. તેમણે ઉમેર્યું હતું કે બસ મોડી ન થાય તે માટે જ જે બસ પ્રયાગરાજથી રિટર્ન થાય તે બસ મુકવાની બદલે રાજકોટથી દરરોજ નવી વોલ્વો સેવામાં મુકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMગીરસોમનાથ તંત્રની ખનીજ માફિયાઓ સામે લાલ આંખ: ત્રણ લીઝને ૧૮.૧૪ કરોડનો દંડ
February 24, 2025 10:39 AMહળવદના મયાપુર નજીક સરકારી દવાઓનો જથ્થો રઝળતો મળ્યો
February 24, 2025 10:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech