બે દાયકા બાદ વિવેક ઓબેરોયે સલમાનનું નામ લીધા વિના ફરી કર્યા પ્રહાર

  • April 06, 2023 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • પ્રિયંકાએ બોલીવૂડના રાજકારણ સામે અવાજ ઉઠાવતા વિવેકની હિંમત ખુલી
  • સલમાન બાદ ઐશ્વર્યાના જીવનમાં થયેલી એન્ટ્રીને કારણે વિવેકના કરિયરને થઇ હતી અસર


બોલીવૂડના ભાઇજાન સલમાન ખાન અને પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યાના સંબંધો પર પૂર્ણ વિરામ મૂકાયાને બે દાયકા વીતી ગયા છતાં બી-ટાઉનમાં આ મુદ્દો ચર્ચાને સ્થાને રહેલો છે. તાજેતરમાં જ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના લોન્ચિંગ બાદ ઐશ્વર્યા અને આરાધ્યા સાથે સલમાનનો વીડિયો લીક કરી કોઇ ભેજાબાજે કુતુહલ ફેલાયું હતું. પરંતુ તે વીડિયો ફેક હોવાનું જણાયુ. હવે ઐશ-સલમાનના સંબંધો તૂટ્યા ત્યારે વિવેક ઓબેરોયની એક્ટ્રેસના જીવનમાં એન્ટરી અને તેના કારણે સલમાન સાથે તેનો ટકરવાનો મુદ્દો સામને આવ્યો છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઐશ્વર્યા રાયનો સલમાન ખાન સાથે સંબંધ તૂટી ગયો ત્યારે તેના જીવનમાં વિવેક ઓબેરોય આવ્યો હતો. સલમા આ સહન ન કરી શક્યો અને તેને ધમકી આપી. આ મામલે વિવેકે વર્ષ 2003માં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેણે સલમાન ખાન સહિત હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર ગંભીર આક્ષેપ કર્યા હતા. ત્યારબાદ હાહાકાર મચી ગયો હતો.



આ વાતને20 વર્ષ વિતી ગયા પછી વિવેકે બોલિવૂડની આંતરિક રાજનીતિ-પક્ષાપક્ષી પરથી ફરી પડદો ઉઠાવ્યો છે. પોતાની પ્રેસ કોન્ફરન્સને યાદ કરતાં તેણે કહ્યું કે હું ખુશ છું કે હું દરેક પડકારો, અપ-ડાઉનમાંથી બહાર આવી ગયો છું પરંતુ દરેક લોકો એટલા નસીબદાર નથી હોતા.

એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા વિવેકે તે દિવસોને યાદ કર્યા અને કહ્યું કે.....

 હું એવી વસ્તુઓમાંથી પસાર થયો હતો જે બિનજરૂરી હતી. દુર્ભાગ્યપૂર્ણ છે કે આ આપણા ઈન્ડસ્ટ્રીની ઓળખ બની ગઈ છે. આ બોલીવૂડની ડાર્કસાઇડ છે અને મેં તેને નજીકથી જોઈ છે.
 
નોંધનીય છે કે પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે તેને બોલિવૂડમાં સાઇડલાઇન કરવામાં આવી રહી છે અને તેને ફિલ્મોમાં કાસ્ટ કરવામાં આવતી નહોતી. તેથી જ તે બોલીવૂડ છોડીને હોલીવૂડ તરફ ગઈ છે. પ્રિયંકાના નિવેદનના સમર્થનમાં વિવેક પણ આગળ આવ્યો છે. સલમાન ખાન સામેની પ્રેસ કોન્ફરન્સ બાદ વિવેકને કેવા પ્રકારની હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો તેનો ખુલાસો કર્યો છે.


વિવેકે આગળ કહ્યું કે...

હું  જાણું છું કે આવું ખૂબ જ નિરાશાજનક છે. તે ઘણી નિરાશા અને મુશ્કેલીનું કારણ બને છે. આ બધાને કારણે તમે ખૂબ થાકી જાઓ છો. એક તરફ મેં શૂટઆઉટ લોખંડવાલાની સફળતા માટે એવોર્ડ લીધો છે અને ત્યારબાદના 14 મહિના સુધી હું ઘરે બેઠો હતો. કોઈ કામ નહોતું મળતું. જ્યારે હું આ તબક્કામાંથી પસાર થયો ત્યારે હું વિચારતો રહ્યો કે મને આગળ લઈ જાય તેવું મારે કંઈક અલગ કરવું છે, શક્તિશાળી બનવું છે. વિવેક ઓબેરોયે પોતાનું ધ્યાન સમાજ સેવા અને બિઝનેસ પર કેન્દ્રિત કર્યું હતું.

પ્રિયંકા ચોપરાના વખાણ કરતાં અભિનેતાએ કહ્યું હતું કે પ્રિયંકાનું તાજેતરનું નિવેદન ખૂબ જ પ્રેરણાદાયક છે. તે બહાર જતી રહી, સંઘર્ષ કર્યો અને કંઈક અલગ શોધ્યું અને તે જ તેની કારકિર્દીમાં ટર્નિંગ પોઈન્ટ બની ગયો. તેની સાથે પ્રોફેશનલી અને પર્સનલી જાદુ થઈ ગયો.

જુના વિવાદોને વાગોળતા વિવેકે કહ્યું કે...

 મેં સુપરસ્ટાર વિશે જે દિવસે અવાજ ઉઠાવ્યો ત્યારે દરેક શુભચિંતક મને ફોન કરીને કહેતા, આના વિશે વાત ન કરો. તે ફેમિલી સિક્રેટ જેવું છે. પરંતુ શું ફેમિલી સિક્રેટ હોવાથી તમારા પરિવારમાં દુર્વ્યવહાર ચાલી રહ્યો હોય તો તમે તેના વિશે વાત ન કરો? એ તો મૂર્ખામી ગણાશે ને ? ઈન્ડસ્ટ્રીમાં આ એક પ્રણાલીગત સમસ્યા છે. લોકો વધુ અવાજ ઉઠાવી રહ્યા છે. સત્તાનું વધુ વિકેન્દ્રીકરણ થઈ રહ્યું છે. ઓછા લોકો ભગવાન બની શકે છે અને ફેન્સ હવે જાગૃત છે.

વિવેક ઓબેરોયે સ્વીકાર્યું કે ગુંડાગીરી અને અન્ય અપમાનજનક બાબતોને લીધે નવી પ્રતિભાઓ ખીલે તે પહેલાં જ મરી જાય છે. આ ઈન્ડસ્ટ્રી ખૂબ જ અસુરક્ષિત જગ્યા છે. કલાકારો કુદરતી રીતે ખૂબ જ નાજુક પરિસ્થિતિમાં જીવે છે કારણ કે તેઓ સંવેદનશીલ હોય છે. #MeToo મૂવમેન્ટ હોય, કાસ્ટિંગ કાઉચ હોય કે ગુંડાગીરી, લોબિંગ - આ બધી બાબતો ક્રિએટીવિટીના આનંદને મારી નાખે છે. હું ખુશ છું કે આ વરવી વાસ્તવિકતા, ઈન્ડસ્ટ્રીના નરસા પાસા વિશે વાત કરવામાં આવી રહી છે અને આશા છે કે ધીમે-ધીમે તેનો અંત આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application