ખંભાળિયામાં વિશ્વકર્મા જયંતીની તા. 10 ના રોજ થશે ભવ્ય ઉજવણી

  • February 03, 2025 09:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આરતી, પાટોત્સવ, ધ્વજારોહણ, સન્માન સહિતના કાર્યક્રમો


ખંભાળિયામાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આગામી તા. 10 ના રોજ સૃષ્ટિના સર્જનહાર એવા શ્રી વિશ્વકર્મા પ્રભુના પ્રાગટ્ય દિવસ શ્રી વિશ્વકર્મા જયંતી ખુબ ધામધુમથી ઉજવવાની તડામાર તૈયારીઓ કરાઇ રહી છે. જેમાં મંગળા આરતી, પાટોત્સવ હવન, ધ્વજારોહણ, દાતાઓનું સન્માન, સમુહ મહાપ્રસાદ, વિદ્યાર્થી સન્માન, સંધ્યા મહા આરતી, સંધ્યા સમુહ ભોજન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા અનેકવિધ કાર્યક્રમો યોજાશે.


જેના દાતાઓ મનસુખભાઈ ઓધવજીભાઈ સુરેલીયા, ઓધવજીભાઈ જગજીવનભાઈ ભારદીયા તથા પ્રકાશભાઈ લવજીભાઈ સંચાણીયા રહેશે. મુખ્ય અતિથિ અમૃતલાલ ખીમજીભાઈ ભારદીયા (રવિ ટેકનો ફોર્જ - રાજકોટ) તથા જ્ઞાતિની સંસ્થાઓના અગ્રણીઓ સાથે સ્થાનિક તેમજ બહાર ગામના જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application