ચાર્તુમાસ દરમિયાન ધર્મની સમજ આપતા પ્રવચનો લ્યો: ઘર બેઠા પેન ચલાવી યાદ શક્તિ વધારો...
જામનગર શહેરના હાર્દસમા ચાંદીબજારમાં શેઠજી દેરાસર હસ્તક પાઠશાળામાં મુનિ હેમન્તવિજયજી મ.સા.ની કર્મવિષયક પ્રવચનમાળા તથા લેખમાળા નિર્વિઘ્નતયા ચાલી રહેલ છે. સારી એવી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકા લાભ લઇ રહેલ છે. વ્યાખ્યાનનો દરરોજ સમય સવારે 7:30થી 8:30નો રાખેલ છે.
આપણને પ્રાપ્ત થતાં સુખ-દુ:ખના કારણની શોધ, પારિવારીક થતાં કલેશ-કષાયના કારણની શોધ, ધંધા-વ્યાપારમાં થતાં લાભ-નુકસાનનું કારણ શું હોઇ શકે? આવા વિષય પર પ્રવચનમાળા તથા લેખમાળા ચાલી રહી છે. તેના સિવાય ઘરે બેઠા પેન ચલાવો, યાદ શક્તિનો ઉપયોગ કરો અને તમારામાં રહેલા ટેલેન્ટનો ઉપયોગ કરી શકો તેવી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્પર્ધામાં ભાગ લો અને ઇનામ જીતો. (1) વધાઇ કાર્ડ બનાવો-ઇનામ પાઓ, ભગવાન નેમિનાથને જન્મ દિવસની બધાઇ-વધાઇ આપતો બર્થ-ડે કાર્ડ સજાઓ, (2) હાલો,હાલો, હાલો-હાલરડું ગાવાની સ્પર્ધા... પર્યૂષણ મહાપર્વ પધારી રહ્યા છે. જન્મ વાંચનના દિવસે પ્રતિક્રમણમાં બોલાતું હાલરડું સુંદર, સુરમ્ય, મધુર કંઠે ગાવાની સ્પર્ધા, (3) નિબંધ સ્પર્ધા : વિષય પર્યૂષણ મહાપર્વ.. પર્યૂષણ પર્વને મહાપર્વ કહેવાનું કારણ શું? પર્યૂષણ મહાપર્વ આઠ દિવસનું કેમ? શું સંવત્સરી વાર્ષિક પર્વ છે કે, પર્યૂષણ. પર્યૂષણ શબ્દનો અર્થ શું? આવા અનેક વિષયો પર નિબંધ લખીને ઇનામો પ્રાપ્ત કરો. વિશેષ વિગત માટે જ્યોતિ-વિનોદ જૈન ઉપાશ્રયના બોર્ડનું વાંચન કરો અથવા ફોન : 0288 2678572 પાઠશાળાની પેઢીનો સંપર્ક કરો. તેમ એક યાદીમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech