વિસાવદર: મહિલા PSI સલમા સુમરાને ભવ્ય વિદાયમાન અપાયું

  • August 16, 2024 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



વિસાવદર પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષ જેટલા સમયના અનેક ડીટેકટ ગુનાઓ પોતાની સૂઝબૂઝ તથા કુનેહપૂર્વક ડીટેકટ કરી ગુનેગારોમાં સતત ફફડાટ ફેલાવનાર મહિલા પોલીસ અધિકારી સલમાં સુમરાની માળિયા હાટીના ખાતે સ્વતત્રં પોલીસ સ્ટેશનમાં બદલી થતા તેમને ભવ્ય વિદાયમાન પોલીસ સ્ટાફ તથા ગામના લોકો અને જુદી જુદી સંસ્થાઓ દ્રારા આપવામાં આવેલ હતું.વિસાવદર પોલીસ સ્ટેશનમાં તેમના ફરજ કાળ દરમ્યાન અજાણ્યા કાર ચાલક દ્રારા અકસ્માત કરી નાસિજનાર આરોપી ની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાર્યવાહી કરેલ આ ઉપરાંત અનેક દા જુગારની રેઈડો કરેલ અને મહિલાઓને દીકરીઓને હેરાન પરેશાન કરતા અનેક લૂખા તત્વોને કોઈપણ જાતની શેહ શરમ કે દબાણ વિના પકડી પાડી ગુનેગારોને ગુના કરતા અટકાવેલ ઉપરાંત ખુબજ અગત્યના કેસમાં પ્રેમપરા ગામમાં પત્નીની હત્યા કરી લાશને દૂર લઈ જઈ દાટી દીધેલ ત્યારબાદ તેમના સસરા મળવા આવતા આરોપીએ ગોળ ગોળ જવાબ આપેલ ત્યારબાદ પોલીસ ને જાણ કરતા અને આરોપી શંકાના દાયરામાં આવતા તેમની આગવી ઢબે પૂછપરછ કરતા આરોપીએ શઆત માં મચક આપેલ નહીં અને પોલીસને પણ ઉંધી થિયરી બતાવતો હોય જેની તપાસ મળતા તુરત જ આરોપીને કડક તપાસ કરી પૂછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને પોતાની પત્નીની હત્યા કરી લાશ દાટી દીધેલ હોવાની કબૂલાત કરેલ અને ગુનો ડીટેકટ થતા અનેક વખત ઉચ્ચ અધિકારીઓ દ્રારા અભિનંદન આપવામાં આવેલ તેવા જામબાજ અધિકારીની બદલી તેમને વિવિધ વર્ગ દ્રારા શુભેચ્છાઓ સાથે ભવ્ય વિદાય આપવામાં આવેલ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News