વિસાવદર ડાયમંડ ઉદ્યોગ એક મહિના સુધી થંભી જશે

  • November 10, 2023 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિસાવદર સાથે વિવિધ શહેરોમાં સૌરાષ્ટ્ર વિસ્તારના મોટા ભાગના વિસ્તારો મા ગ્રામ્ય કક્ષાએ યુવાનો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય પોતાના પરિવારનુ ભરણપોષણ દરેક રત્ન કલાકારો માટે હીરા ઉદ્યોગ એક આશિર્વાદ હોય દરેક પોત પોતાના પગભર રહી રોજી રળી શકે છે આજે  વિસાવદર તાલુકો કૃષિ સાથે હીરા ઉદ્યોગ સૌથી મોટો ઉદ્યોગ હોય ખેતીવાડી મા ટૂંકી જમીન સાથે હીરા ઉદ્યોગ દ્વારા અનેક પરિવારોને રોજગારી પૂરી પાડે છે. વિસાવદર તાલુકામાં ૬૦ થી ૭૦ નાના મોટા હીરા ઉદ્યોગ ના કારખાના ( ફેકટરીઓ) આવેલી હોય જેમાં આશરે ૪૦૦૦ થી વધુ રત્ન કલાકારો રોજીરોટી મેળવે છે જેના લીધે વિસાવદર વ્યાપારિક ક્ષેત્રે તથા અન્ય ધંધાર્થીઓ માટે રત્ન કલાકારો દ્વારા વેપાર ધંધા ધમધમતા રહે છે હાલ હીરા બજારમાં ઇઝરાયેલ હમાસ યુદ્ધની અસર સહિતના કારણોથી વૈશ્વિક મંદિની ખરાબ અસર વચ્ચે કારખાનામાં વેકેશન પડવાની શરૂઆત થઈ ગઈ છે.  આવી મંદીની કપરી પરિસ્થિતિમાં પણ વિસાવદર ના ડાયમંડ ઉદ્યોગકારોએ કારીગરોને કામ મળી રહે અને આર્થિક સંકળામણ ન અનુભવે તેને ધ્યાનમાં લઈને છેક દિવાળી સુધી કારખાના ચાલુ રાખ્યા હતા આ અંગેની વિગતો આપતા વિસાવદર ડાયમંડ એસોસિએશન ના પ્રમુખ વિજયભાઈ રીબડીયાએ જણાવ્યું હતું કે હાલ હીરા બજારમાં પરિસ્થિતિ વધારે ખરાબ છે જેની અસરના કારણે કારખાનાઓની સ્થિતિ સારી નથી હીરા બજાર નું ભવિષ્ય ઇન્ટરનેશનલ માર્કેટ ઉપર આધારિત હોય છે હાલ વિદેશમાં યુદ્ધના માહોલ પછી મોટી અસર થઈ છે દિવાળી વેકેશન સામાન્ય રીતે ૨૦ દિવસનું હોય છે પણ હાલ વેકેશન એક મહિનાથી વધારે લંબાઇ શકે છે. પરિસ્થિતિ ક્યારે સુધરશે એની ચિંતા તો હશે જ કારખાનાઓ વહેલા શરૂ નહીં થાય તેવો દરેકને ડર સતાવી રહ્યો છે જેના માટે વિદેશી માર્કેટના મૂવમેન્ટ ઉપર આધાર હોય છે ૧૦ ડિસેમ્બર પછી ફરી કારખાના શરૂ થાય તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application