ફિજીમાં વિઝા ઓન એરાઈવલની સુવિધાથી ભારતીય પર્યટકોને લાભ

  • March 13, 2024 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દુનિયાના ઘણા દેશો ભારતીય ટુરિસ્ટને આવકારી રહ્યા છે જેમાં હવે ફિજીનો પણ ઉમેરો થયો છે. આ દેશમાં સૌથી વધુ ટુરિસ્ટ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ અને અમેરિકાથી આવે છે. ભારતીય પર્યટકોની સંખ્યા ઘણી ઓછી છે. પરંતુ તેમાં વાર્ષિક ૭ ટકાના દરે વધારો થવાની શકયતા છે. આ દેશ વિઝા ઓન અરાઈવલ સુવિધા આપે છે.
ફીજી પોતાના આકર્ષક બીચ માટે જાણીતું છે.

ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે દુનિયાના ઘણા દેશો પ્રયાસ કરી રહ્યા છે. ભારતીય ટુરિસ્ટ ઘણા દેશોના પર્યટનને ટેકો આપી રહ્યા છે અને તેનો લાભ લેવા માટે કેટલાય દેશો વચ્ચે સ્પર્ધા ચાલે છે. સાઉથ પેસિફિક સમુદ્રમાં આવેલો દેશ ફિજી પણ આ યાદીમાં સામેલ થયો છે. ઓસ્ટ્રેલિયાના સમુદ્ર કિનારાથી થોડે દૂર આવેલા ફિજીમાં ભારતીય પર્યટકોને વિઝા ઓન અરાઈવલની સુવિધા પણ મળે છે. ચાલુ વર્ષમાં ફિજી ભારતીય ટુરિસ્ટની સંખ્યામાં ૫થી ૭ ટકા વધારો નોંધાવે તેવી શકયતા છે. આ માટે માર્કેટિંગ કેમ્પેઈન વધારવામાં આવ્યા છે. ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ભારતીય પર્યટકોને ટાર્ગેટ કરીને એડ આપવામાં આવી રહી છે.
ભારતથી ઘણા પર્યટકો હનિમૂન માટે ફિજી જવાનું પસદં કરે છે. આ ટાપુ દેશ ઈકો ટુરિઝમ, વેલનેસ ટ્રાવેલ માટે વિખ્યાત છે. ખાસ કરીને પરિવાર સાથે ભારતીયો ફિજીની મુલાકાત લે છે. ફિજીના એક અધિકારીએ જણાવ્યું કે ૨૦૧૯માં કોવિડ અગાઉ જેટલા ભારતીય ટુરિસ્ટ ફિજી આવતા હતા તે આંકડો ફરીથી પ્રા થયો છે. ખાસ કરીને પ્રીમિયમ ટ્રાવેલમાં વધારો થયો છે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં સૌથી મોટી સંખ્યામાં ભારતીય ટુરિસ્ટ ફિજી આવ્યા હતા. ૨૦૨૨ની સરખામણીમાં ૨૦૨૩માં ભારતીય ટુરિસ્ટની સંખ્યામાં ૩૦૦ ટકાનો વધારો થયો હતો. ભારતીય ટુરિસ્ટ ફિજીમાં સરેરાશ ૮ દિવસ જેટલું રોકાણ કરે છે.ફિજીમાં વર્ષ ૨૦૨૩માં કુલ ૯.૩૦ લાખ વિદેશી ટ્રાવેલર્સ આવ્યા હતા અને ૨૦૧૯ કરતા ટુરિસ્ટની સંખ્યામાં ૪ ટકા વધારો થયો હતો. તેના કારણે ફિજીની ઈકોનોમીમાં ૩.૩૦ અબજ ડોલરનો ઉમેરો થયો હતો. ફિજી આવતા ૪૭ ટકા ટુરિસ્ટ ઓસ્ટ્રેલિયાના હોય છે. ત્યાર બાદ ૨૪ ટકા ટુરિસ્ટ ન્યુઝિલેન્ડના હતા. નોર્થ અમેરિકાથી ૧૩ ટકા ટુરિસ્ટ આવ્યા હતા. ૨૦૨૩માં ભારતથી લગભગ ૬૧૩૫ ટુરિસ્ટે આ દેશની મુલાકાત લીધી હતી. ફિજીના ટુરિઝમ ડિપાર્ટમેન્ટને આશા છે કે ભારતીય પર્યટકોની સંખ્યામાં ઓછામાં ઓછા ૭ ટકાનો વધારો થશે.
ટુરિઝમ જગતમાં ફિજીનું આકર્ષણ એટલા માટે છે કારણ કે તેના બીચ અત્યતં સુંદર છે અને જબ્બરજસ્ત હરિયાળી છે. ફિજીનો સમુદ્ર પણ અદભૂત સુંદરતા ધરાવે છે. તેના કારણે એડવેન્ચર સ્પોટર્સ, ડાઈવિંગ, હાઈકિંગ માટે દેશવિદેશના ટુરિસ્ટ આ ટાપુ પર આવે છે. ભારત અને ફિજી વચ્ચે હાલમાં કોઈ ડાયરેકટ લાઈટ નથી. પરંતુ હોંગ કોંગ, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર જેવા દેશોમાંથી કનેકિટગં લાઈટ મેળવી શકાય છે. ભારતીય પાસપોર્ટ હોલ્ડર્સને વિઝા ઓન અરાઈવલની સુવિધા પણ ઓફર કરવામાં આવી છે.
ભારતીયો હવે ટુરિઝમ પર ભારે ખર્ચ કરી રહ્યા હોવાથી શ્રીલંકા, મલેશિયા, થાઈલેન્ડ, વિયેતનામ જેવા દેશો ખાસ ઓફર કરી રહ્યા છે. કેટલાક દેશોએ વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે અને છ મહિના માટે ઓફર કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application