આવતીકાલે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ યોજાવા જઈ રહ્યો છે. જેમાં વિરાટ કોહલી આવતીકાલે પોતાનો 300મો વનડે મેચ રમવા માટે તૈયાર છે. ભારતીય બેટ્સમેન માટે આ એક નવી સિદ્ધિ હશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં સદી ફટકારીને તેણે પોતાના ફોર્મ અને ભવિષ્ય અંગેની શંકાઓ દૂર કરી દીધી છે. ભારત દુબઈમાં પોતાની છેલ્લી ગ્રુપ મેચમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. બંને ટીમો ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચી ચૂકી છે. આ મેચ દરમિયાન કિંગ કોહલી પાસે ઇતિહાસ રચવાની તક હશે. કોહલી ફક્ત એક નહીં પણ સાત રેકોર્ડ તોડી શકે છે.
સૌથી પહેલો છે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રન બનાવવાનો રેકોર્ડ. જેમાં શિખર ધવને ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા છે. ધવને ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં કુલ ૧૦ મેચ રમી છે અને ૭૦૧ રન બનાવ્યા છે. હાલમાં, કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ૧૫ મેચમાં ૬૫૧ રન બનાવ્યા છે. આનો અર્થ એ થયો કે જો કોહલી આવતીકાલે ૫૧ રન બનાવે એટલે કોહલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે. ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ક્રિસ ગેઇલના નામે છે. ગેલે ૧૭ મેચમાં ૭૯૧ રન બનાવ્યા છે.
બીજું, ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ જે સચિન તેંડુલકરના નામે છે. તેંડુલકરે ૪૨ મેચોમાં કુલ ૧૭૫૦ રન બનાવ્યા છે. તે જ સમયે, કોહલીએ અત્યાર સુધીમાં ન્યુઝીલેન્ડ સામે ૩૧ વનડેમાં ૧૬૪૫ રન બનાવ્યા છે. એટલે કે ૧૦૬ રન બનાવીને કોહલી સચિનનો આ રેકોર્ડ તોડીને આગળ વધી શકે છે.
ત્રીજું, ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ વીરેન્દ્ર સેહવાગના નામે છે. સેહવાગે કિવી ટીમ સામે ૨૩ મેચ રમી છે અને કુલ ૬ સદી ફટકારી છે. ત્યારે કોહલીએ અત્યાર સુધીમાં ન્યુઝીલેન્ડ સામે વનડેમાં ૬ સદી ફટકારવામાં સફળતા મેળવી છે. એટલે કે જો કોહલી કાલે સદી ફટકારશે તો ન્યુઝીલેન્ડ સામે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની જશે.
ચોથો રેકોર્ડ કેચનો છે. જેમાં કોહલીએ અત્યાર સુધીમાં વનડેમાં ૧૫૮ કેચ ઝડપ્યા છે, હવે વધુ ત્રણ કેચ સાથે તે વનડેમાં સૌથી વધુ કેચ લેનાર બીજો ખેલાડી બનશે. આમ કરવાથી, કોહલી રિકી પોન્ટિંગને પાછળ છોડી દેશે. પોન્ટિંગે વન-ડેમાં ફિલ્ડર તરીકેની કારકિર્દીમાં ૧૬૦ કેચ પકડવામાં સફળતા મેળવી છે. તે જ સમયે, વન-ડેમાં ફિલ્ડર તરીકે સૌથી વધુ કેચ લેવાનો રેકોર્ડ શ્રીલંકાના મહિલા જયવર્ધનના નામે છે. મહિલા જયવર્ધન વનડેમાં ૨૧૮ કેચ લેવામાં સફળ રહ્યો છે.
પાંચમો રેકોર્ડ ૫૦ પ્લસ રનનો છે. જેમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ ૫૦ પ્લસ સ્કોરનો રેકોર્ડ શિખર ધવનના નામે છે. ધવન ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ ૬ વખત ૫૦ પ્લસ રન બનાવવામાં સફળ રહ્યો છે. કોહલીએ પણ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ૬ વખત ૫૦ પ્લસ સ્કોર કર્યો છે. ત્યારે આવતીકાલે ૫૦ રનથી વધારે રન કરીને તે આ રેકોર્ડ તોડી નાખશે. સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડે પણ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ૬ વખત ૫૦ પ્લસ રન બનાવવાનો રેકોર્ડ હાંસલ કર્યો છે.
છઠ્ઠો રેકોર્ડ, આઈસીસી વન-ડે ઇવેન્ટ્સમાં, કોહલી અત્યાર સુધીમાં ૨૩ વખત ૫૦ પ્લસ રન બનાવવામાં સફળ રહ્યો છે. વધુ એક ૫૦ રન બનાવ્યા પછી, કોહલી આઈસીસી ઇવેન્ટ્સમાં સૌથી વધુ ૫૦ પ્લસ સ્કોર કરનાર બેટ્સમેન બની જશે. તેંડુલકરે પણ આઈસીસી ઇવેન્ટ્સમાં ૨૩ વખત ૫૦ પ્લસ સ્કોર બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે.
સાતમો રેકોર્ડ સૌથી વધુ રન બનાવવાનો છે. જેમાં વનડેમાં, કોહલીએ અત્યાર સુધીમાં કુલ ૨૯૯ મેચોમાં ૧૪,૦૮૫ રન બનાવ્યા છે. હવે જો કોહલી આગામી મેચમાં ૧૫૦ રન બનાવવામાં સફળ રહે છે તો તે વનડેમાં બીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે. કુમાર સંગાકારા વનડેમાં બીજા ક્રમના સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે. કુમાર સંગાકારાએ ૪૦૪ મેચમાં ૧૪,૨૩૪ રન બનાવ્યા છે. વનડેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. તેંડુલકરે ૧૮,૪૨૬ રન બનાવ્યા છે.
ન્યુઝીલેન્ડ સામેની મેચ કોહલીની વનડે કારકિર્દીની ૩00મી મેચ હશે. આવું થતાં જ, કોહલી ભારત માટે વન-ડેમાં ૩૦૦ કે તેથી વધુ મેચ રમનાર સાતમો ખેલાડી બનશે. સચિન તેંડુલકરે ભારત માટે ૪૬૩ વનડે મેચ રમી છે. પછી, ધોની બીજા સ્થાને છે જેણે ૩૫૦ વનડે મેચ રમી છે. તેમના પછી રાહુલ દ્રવિડ (૩૪૪), અઝહર (૩૩૪), સૌરવ ગાંગુલી (૩૧૧) અને યુવરાજ સિંહ (૩૦૪) ક્રમ પર આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech