રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી પાયલ મેટરનિટી હોસ્પિટલમાં સગર્ભાઓના ચેકઅપના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ગુજરાતભરમાં ખળભળાટ મચી ગયો છે. આ વીડિયો વાઇરલ કરવાનું ષડયંત્ર અન્ય રાજ્યોમાં ચાલતું હોવાનું જાણવા મળતા હાલ અન્ય રાજ્યમાં પોલીસે શોધખોળ હાથ ધરી છે. ત્યારે રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના આવા 7 વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયાનું બહાર આવ્યું છે. બીજી તરફ આ ઘટનાના સતત બીજા દિવસે પણ આ હોસ્પિટલમાં તબીબી સેવા રાબેતા મુજબ ચાલી રહી છે અને દર્દીઓ સારવાર કરાવવા આવી રહ્યાં છે.
એડમીન ડિપાર્ટમેન્ટના નિવેદન નોંધી પુછપરછ હાથ ધરાઈ
અમદાવાદમાં ફરિયાદ નોંધાયા બાદ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ ટીમ તાત્કાલિક પાયલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને હોસ્પિટલના ડિરેક્ટર સંજય દેસાઈ સહિત તમામ તબીબી સ્ટાફ ઉપરાંત એડમીન ડિપાર્ટમેન્ટના નિવેદન નોંધી પૂછપરછ હાથ ધરી છે. પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાનું સર્વર તેમજ ડીવીઆર ઇન્ટરનેટ સાથે કનેક્ટ હતું કે કેમ, લોગીન આઈડી પાસવર્ડ કોની કોની પાસે રહેલા છે, ડીવીઆરમાંથી ડેટા કોપીના રાઈટ કોની કોની પાસે છે, દર્દીના એક્ઝામિન રૂમમાં સીસીટીવી કેમેરો ક્યારે અને કોના કહેવાથી ઇન્સ્ટોલ કરવામાં આવ્યો સહિતની દિશામાં પૂછપરછ કરવામાં આવી રહી છે.
વીડિયો ડાઉનલોડ કરવા માટે 8થી 10 હજાર રૂપિયા સુધીની કિંમત
આ વીડિયો મેળવનારે યુટ્યૂબ તથા ટેલિગ્રામ પર ચેનલ બનાવીને વીડિયો પોસ્ટ કર્યા હતા. જેમાં યુટ્યૂબ પર 7 વીડિયો પોસ્ટ કર્યા હતા તથા વધુ વીડિયો જોવા માટે ટેલિગ્રામ ચેનલની લિન્ક મૂકવામાં આવી હતી અને તે ટેલિગ્રામ ચેનલ પર મહિલા દર્દીઓના ચેકઅપના 30 જેટલા વીડિયો પોસ્ટ કરાયા હતા. એટલું જ નહીં આ વીડિયો ડાઉનલોડ કરવા માટે 8થી 10 હજાર રૂપિયા સુધીની કિંમત નક્કી કરવામાં આવી હતી અને 5 લાખથી વધારે લોકોએ મહિલા દર્દીઓના વીડિયો નિહાળ્યા હતા.
ખાસ એક યૂટ્યૂબ ચેનલ બનાવાઈ હતી
ટેલિગ્રામમાં જે 30 વીડિયો હતા તે અલગ અલગ જગ્યાના પણ હતા. જો કે પાયલ હોસ્પિટલના વીડિયો અપલોડ કરવા માટે ખાસ એક યૂટ્યૂબ ચેનલ બનાવાઈ હતી. આ ઘટનામાં અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી અને રાજકોટ સાઇબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, ફરિયાદ થયાના ગણતરીની કલાકોમાં યૂટ્યૂબ અને ટેલિગ્રામની ચેનલ દૂર કરી દેવામાં આવી છે.
સાત વીડિયો ડિસેમ્બર મહિનાના ત્રણ દિવસની અંદરના છે
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, પાયલ મેટરનિટી હોસ્પિટલના લેબર રૂમના જે વીડિયો વાઇરલ થયા છે તે તમામ સાત વીડિયો ડિસેમ્બર મહિનાના ત્રણ દિવસની અંદરના છે. જો કે યૂટ્યૂબ પર તેને અપલોડ અલગ-અલગ દિવસે કરવામાં આવ્યા છે. વીડિયોની તારીખ જોવામાં આવે તો ત્રણ વીડિયો 14 ડિસેમ્બર 2024, બે વીડિયો 16 ડિસેમ્બર 2024 અને બે વીડિયો 17 ડિસેમ્બર 2024ના હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીએ જણાવ્યું હતું કે, અમારી ટીમ દ્વારા હાલ અન્ય રાજ્યમાં તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓને શોધવામાં આવી રહ્યા છે, જ્યારે હોસ્પિટલના લોકોના નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
અસામાજિક તત્વએ સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા
રાજકોટ પાયલ મેટરનિટી હોસ્પિટલના ડોક્ટર સંજય દેસાઈએ ખુલાસો કરતા એક વીડિયો જાહેર કર્યો છે. તેઓએ આ વીડિયોમાં જણાવ્યું હતું કે, જે દર્દીઓને હાલાકી પડી છે તેમની હું દિલથી ક્ષમા માગુ છું અને જે ઘટના બની તે દુઃખદ છે. હું છેલ્લા 28 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છું, દર્દીઓનું અહિત થાય દર્દીઓનું ખરાબ થાય એવું મેં સપનામાં પણ વિચાર્યું નથી. અમારા દર્દીઓ પણ અમને સારી રીતે જાણે છે. જો કે, જે સીસીટીવી વાઇરલ થયા તે કોઈ અસામાજિક તત્વએ હેક કરી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા છે. રાજકોટ અને અમદાવાદની સાયબર ક્રાઇમની ટીમ તપાસ કરી રહી છે અને જે કોઈ હેકર હશે તેને તાત્કાલિક ઝડપથી ઝડપી પાડશે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. ફરી એક વખત હું સર્વે દર્દીઓની ક્ષમા માગુ છું.
આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે
આ ઘટના બહાર આવ્યા બાદ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તમામ હોસ્પિટલમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે, પરંતુ આ શર્મસાર ઘટના સામે આવ્યા બાદ તપાસના આદેશ આપતા રાજ્યના આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. કારણ કે રાજ્યમાં કોઈપણ જગ્યાએ આરોગ્ય લક્ષી કૌભાંડ કે આવી ઘટનાઓ સામે આવે પછી જ આરોગ્ય વિભાગ તપાસના આદેશ આપે છે, પરંતુ કોઈપણ હોસ્પિટલની શરૂઆત થતાં સમયે અથવા તો આ પછીના સમયમાં આરોગ્ય વિભાગ જરૂરી બાબતોની તપાસ ઇન્સ્પેક્શન શા માટે નથી કરી રહ્યું.? જો સમયાંતરે નિયમિત ઇન્સ્પેક્શન કરવામાં આવે અને તમામ નિયમોનું પાલન થાય છે કે કેમ તપાસવામાં આવે તો કદાચ આવી ઘટનાઓ બનતા અટકી શકે તેમ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત–પાકિસ્તાન મેચ ઈફેકટ: ૧૦ સેકન્ડની જાહેરાતના ૫૦ લાખ રૂપિયા
February 22, 2025 03:52 PMમિલકત વેરામાં ઇન્સ્ટોલમેન્ટ સ્કિમ વહેલી જાહેર કરી મહાપાલિકા તત્રં બન્ને બાજુથી ફસાયું
February 22, 2025 03:51 PMસિવિલમાં નર્સપતિ–પૂર્વ કોર્પેારેટર સહિતના ત્રાહિતોથી અધિકારી–કમર્ચારીઓ ત્રાહિમામ
February 22, 2025 03:49 PMરાજકોટ બન્યું મચ્છરકોટ; ફોગિંગ નહીં કરાય તો આંદોલનનું એલાન
February 22, 2025 03:48 PMબાઈક સવાર સમળીએ નિવૃત્ત શિક્ષિકાના ગળામાંથી સોનાની માળાની ચીલઝડપ કરી
February 22, 2025 03:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech