ફ્રાન્સમાં વધી હિંસા, પોલીસ સ્ટેશન અને કેટલીક ઇમારતોને લગાડવામાં આવી આગ, 9 લોકોના મોત

  • June 24, 2024 11:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફ્રાન્સના ન્યુ કેલેડોનિયામાં હાલમાં અશાંતિનું વાતાવરણ છે. ન્યુ કેલેડોનિયા ટાપુ પર ગઈકાલે રાત્રે એક પોલીસ સ્ટેશન અને ટાઉન હોલ સહિત અનેક ઈમારતોમાં આગ લાગી હતી. મહત્વનું છે કે અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. 


અધિકારીઓએ સમગ્ર મામલે માહિતી આપતા જણાવ્યું હતુ કે, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. તેમજ આગચંપી કરવામાં આવી છે અને રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પોલીસને પણ નિશાન બનાવવામાં આવી રહી છે.


ફ્રેન્ચ ન્યુ કેલેડોનિયામાં મે મહિનાના મધ્યમાં ચૂંટણી સુધારણા યોજનાની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારથી અહીં તોફાનો અને લૂંટની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. ત્યારથી, સ્થાનિક કનક લોકોને ડર છે કે તેઓ કાયમી લઘુમતી બની જશે. હવે ફરી એકવાર પોલીસ સ્ટેશન અને ટાઉન હોલ સહિત અનેક ઈમારતોને આગ ચાંપી દેવામાં આવી છે.



આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને ફ્રેન્ચ સરકારે પેરિસથી લગભગ 17,000 કિલોમીટર (10,600 માઇલ) દૂર વિસ્તારમાં 3,000 થી વધુ સૈનિકો અને પોલીસને સ્ટેન્ડ બાય કરી દિધા છે. તેમજ હિંસા પ્રભાવિત વિસ્તારોમાં શાળાઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application